Western Times News

Gujarati News

સરકારની ૧૧,૦૪૦ કરોડના નેશનલ એડિબલ ઓઇલ મિશનને મંજૂરી

નવીદિલ્હી, દેશમાં ખાદ્ય તેલોની ઉપલબ્ધતા વધારવા માટે સરકારે ૧૧,૦૪૦ કરોડના નેશનલ એડિબલ ઓઇલ મિશન (ઓઇલ પામ- એનએમઇઁ) ને મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે પામ તેલ એક પ્રકારનું ખાદ્ય તેલ છે જે ખજૂરના ઝાડના બીજમાંથી કાઢવામાં આવે છે. તેનો ઉપયોગ હોટેલ અને રેસ્ટોરાંમાં ખાદ્ય તેલ તરીકે થાય છે.

ખાદ્ય તેલોમાં ભારતને આર્ત્મનિભર બનાવવા માટે, કેન્દ્રીય કેબિનેટે એક નવી યોજનાની જાહેરાત કરી છે- નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ- ઓઇલ પામ. આ મિશન ભારતની ર્નિભરતા ઘટાડશે. સરકારનું આ મિશન પામતેલની આયાત પર ર્નિભરતા ઘટાડશે અને ખેડૂતોની આવકમાં વધારો કરશે. સાથે જ તેલ ઉદ્યોગને પણ ફાયદો થશે. તમને જણાવી દઈએ કે સરકારે પામ ઓઈલ સંબંધિત ઉદ્યોગો સ્થાપવા માટે ૫ કરોડ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ અને સીસીઈએની મુખ્ય બેઠકમાં પામ ઓયલ મિશનને મંજૂરી આપી દેવામાં આવી હતી. તેના પર ૧૧ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે હજુ પણ પામની ખેતી થઈ રહી છે. પરંતુ હવે તેને મોટા સ્તર પર કરવાની તૈયારી છે. તેમણે જણાવ્યું કે ખાદ્ય તેલની કિંમતોમાં સતત વધારો નાના ખેડૂતો માટે વધુ ફાયદાકારક ન હતો. ત્યાં જ નોર્થ ઈસ્ટમાં પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી નથી. માટે હવે સરકારે નેશનલ એડિબલ ઓઈલ મિશન શરૂ કર્યું છે.

તમને જણાવી દઈએ કે ભારતની આબાદીમાં દર વર્ષે લગભગ ૨.૫ કરોડ લોકો વધતા જઈ રહ્યા છે. આ હિસાબથી ખાદ્ય તેલની ખપતમાં વાર્ષિક ૩થી ૩.૫ ટકાનો વધારો થવાનું અનુમાન છે. હાલના સમયમાં એક વર્ષમાં ભારત સરકારે ૬૦,૦૦૦ થી ૭૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરી ૧.૫ કરોડ ટન ખાદ્ય તેલની ખરીદી કરી છે. દેશમાં વાર્ષિક લગભગ ૨.૫ કરોડ ટન ખાદ્ય તેલની જરૂર પડે છે.

તિલહનના ક્ષેત્રમાં દેશને આર્ત્મનિભર બનાવવા માટે મોદી સરકારે મોટો ર્નિણય ખાદ્ય તેલ પર નેશનલ મિશનને લાગુ કરવાની મંજૂરી આપી છે. ખાદ્ય તેલની જરૂરીયાતને પૂરી કરવા અને ઉત્પાદન વધારવા માટે કેન્દ્ર સરકારે રાજ્યો સાથે મળીને કામ કરી રહી છે અને તેના પરિણામ પણ સામે આવી રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.