Western Times News

Gujarati News

કિસાન સંધની કૃષિ કાયદા, ટેકાના ભાવ મુદ્દે દેશવ્યાપી ધરણાની ચીમકી

નવીદિલ્હી, ખેડૂતોના કૃષિ કાયદા વિરોધના આંદોલનમાં હવે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના સંગઠન ભારતીય કિસાન સંઘ (બીકેએસ) પણ જાેડાયું છે. કિસાન સંઘે જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકાર કૃષિ કાયદાઓ અને ટેકાના ભાવ અંગે વહેલા ર્નિણય નહીં લે તો આઠમી સપ્ટેમ્બરથી દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. કિસાન સંઘે આ ર્નિણય લેવા માટે કેન્દ્ર સરકારને આ મહિનાના અંત સુધીનો સમય આપ્યો છે.

કિસાન સંઘના નેતા યુગલ કિશોર મિશ્રાએ કહ્યું હતું કે અમે મોદી સરકારને કૃષિ કાયદા અને ટેકાના ભાવ અંગે ર્નિણય લેવા માટે ૩૧મી ઓગસ્ટ સુધીનો સમય આપીએ છીએ. જાે સરકાર અમારી માગણીઓ અંગે કોઇ સકારાત્મક ર્નિણય નહીં લે તો આઠમી સપ્ટેમ્બરના રોજ દેશવ્યાપી ધરણા કરવામાં આવશે અને તે બાદ પણ અમારી માગણીઓને આગળ ધપાવવા માટે ર્નિણય લેવામાં આવશે.કિસાન સંઘના નેતાએ કહ્યું હતું કે ખેડૂતોને તેમના પાકના ટેકાના ભાવ નથી મળી રહ્યા. કોઇ પણ સરકાર ખેડૂતોની સમસ્યાઓ અંગે ગંભીર નથી. રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ મોદી સરકાર નથી ચલાવતું નહીં તો અમારા સંગઠને ધરણા ન કરવા પડયા હોત.

જ્યારે કિસાન સંઘના નેતાને પૂછવામાં આવ્યું કે શું મોદી અને વાજપેયી બન્નેની સરકારોમાં ખેડૂતોની સમસ્યાઓ પર ધ્યાન નથી અપાયું તો તેમણે કહ્યું કે હા બિલકુલ. વાજપેયી કે મોદી સરકાર બેમાંથી કોઇએ પણ ખેડૂતોના ટેકાના ભાવ અને ખર્ચ અંગે વિચારણા નથી કરી. કિસાન સંઘ કૃષિ કાયદામાં સુધારા કરવા અને ટેકાના ભાવની માગણી કરી રહ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.