Western Times News

Gujarati News

ઊતાર-ચઢાવ બાદ સેન્સેક્સ સામાન્ય ગિરાવટ સાથે બંધ

મુંબઈ, સ્થાનિક શેર બજાર બુધવારે ખૂબજ વધુ ઊતાર-ચઢાવની વચ્ચે સપાટ બંધ થયું. બીએસઈના ૩૦ શેરો પર આધારિત સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ ૧૪.૭૭ પોઈન્ટ એટલે કે ૦.૦૩ ટકાની ગિરાવટ સાથે ૧૫,૯૪૪.૨૧ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો.

જાેકે, શરૂઆતના કારોબારમાં સેન્સેક્સે ૫૬,૧૯૮.૧૩ પોઈન્ટના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરને સ્પર્શી લીધો હતો. બીજી બાજુ એનએસઈ નિફ્ટી ૧૦.૦૫ પોઈન્ટ એટલે કે ૦.૦૬ ટકાની તેજી સાથે ૧૬,૬૩૪.૬૫ પોઈન્ટના સ્તર પર બંધ તયો. નિફ્ટી પર અદાણી પોર્ટ્‌સ, એચડીએફસી લાઈફ, હિંદાલ્કો, ઓએનજીસી અને કોલ ઈન્ડિયાના શેર સ્રવાદિક ઊછાળા સાથે બંધ થયા.

બીજી બાજુ નિફ્ટી પર બજાજ ફિનસર્વના શેર ૨.૯૩ ટકાની તૂટ સાથે બંધ થયા. આ ઉપરાંત ટાઈટન અને મારુતિના શેરોમાં પણ ખૂબજ વધુ તૂટ જાેવા મળી. બીએસઈ સેન્સેક્સ પર બજાજ ફિનસર્વના શેર સર્વાધિક ૩.૫૧ ટકા, ટાઈટનના શેરમાં ૨.૦૮ ટકા, મારૂતિના શેરમાં ૧.૩૬ ટકાની તૂટ જાેવા મળી.

આ ઉપરાંત ભારતી એરટેલના શેરમાં ૧.૧૯ ટકા, ટાટા સ્ટીલના શેરમાં ૧.૦૧ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં ૦.૯૩ ટકા, એક્સિસ બેંકના શેરમાં ૦.૯૨ ટકા અને લાર્સન એન્ડ ટૂબ્રોના શેર ૦.૯૦ ટકાની ગિરાવટ સાથે બંધ થયા. આ ઉપરાંત બજાજ ફાયનાન્સ, પાવરગ્રિડ, ડોક્ટર રેડ્ડીસ, બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેંક અને એનટીપીસીના શેર લાલ નિશાન સાથે બંધ થયા.

સેન્સેક્સ પર ટીસીએસના શેરમાં સૌથી વધુ ૧.૩૧ ટકાની તેજી નોંધાઈ હતી. આ સાથે જ ઈન્ફોસિસ, રિલાયન્સ, નેસ્લે ઈન્ડિયા, આઈટીસી, હિંદુસ્તાન યૂનિલિવર લિમિટેડ, એચડીએફસી અને એચસીએલ ટેકના શેર લીલા નિશાન સાથે બંધ થયા હતા. રિલાયન્સ સિક્યોરિટિસના વડા (રણનીતિ) વિનોદ મોદીએ કહ્યું કે ફ્યુચર એન્ડ ઓપ્શનની એક્સપાયરીથી પૂર્વે સ્થાનિક શેર બજારોમાં એક રેન્જ વચ્ચે ટ્રેડિંગ જાેવા મળ્યું.

આઈટી, મેટલ અને એફએમસીજીને બાદ કરતા મોટા ભાગના સેક્ટોરલ ઈન્ડેક્સ સત્રના અંતમાં લાલ નિશાન સાથે બંધ થયા. અન્ય એશિયન બજારોની વાત કરવામાં આવે તો હોંગકોંગ અને ટોક્યોમાં શેર બજાર લાલ નિશાન સાથે બંધ થયા. બીજી બાજુ શાંગાઈ અને સિયોલમાં શેર બજાર તેજી સાથે બંધ થયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.