Western Times News

Gujarati News

નારાયણ રાણેને જામીન બાદ નાસિક પોલીસ દ્વારા નોટિસ

મુંબઈ, થપ્પડ વાળા નિવેદન મુદ્દે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને જામીન મળ્યા છતાં રાહત મળતી જાેવા મળી રહી નથી. જાેકે, હવે નાસિક પોલીસે રાણેને તેમના વિરૂદ્ધ એફઆઈઆરના મુદ્દે નોટિસ મોકલીને બે સપ્ટેમ્બરે થાણેમાં રજૂ થવાનુ કહ્યુ છે. ત્યાં સુરક્ષાને ધ્યાનમાં રાખતા મુંબઈમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના આવાસની બહાર પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે.

રાણેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ આપત્તિજનક નિવેદન આપ્યુ હતુ. જે બાદ તેમના વિરૂદ્ધ ધરપકડની નોટિસ જારી કરી દેવાઈ હતી. આ મામલે રાણેને પહેલા ચિપલૂનથી અટકાયત કરાઈ હતી. જે બાદ કાર્યવાહી પૂરી કરીને ધરપકડ કરી લેવાઈ. રાતે તેમને રાયગઢના મહાડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને જામીન આપવામાં આવ્યા.

રાણેના વકીલ સંગ્રામ દેસાઈએ જાણકારી આપતા કહ્યુ કે તેમને જામીન આપતા કોર્ટે કેટલીક શરત લગાવી છે. રાણેને ૩૧ ઓગસ્ટ અને ૧૩ સપ્ટેમ્બરે પોલીસ સ્ટેશનમાં હાજર થવુ પડશે અને ભવિષ્યમાં આ પ્રકારના કૃત્યોથી દૂર રહેવુ પડશે. મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે કહ્યુ કે નારાયણ રાણેને મળેલા જામીન રાજ્ય સરકારના ચહેરા પર વધુ એક તમાચો છે.

જે પોલીસ અને ગુંડાના સમર્થનમાં ચાલી રહી છે. ભાજપ નેતા પ્રવીણ દારેકરે કહ્યુ કે નારાયણ રાણેને જામીન મળી ગયા છે અને તે ૨૭ ઓગસ્ટથી બીજીવાર જન આશીર્વાદ યાત્રા કાઢશે. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિતેશે અડધી રાતે ટ્‌વીટર પર એક વીડિયો પોસ્ટ કરીને મંગળવારે પોતાના પિતાની ધરપકડને લઈને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યુ. નિતેશ દ્વારા પોસ્ટ કરવામાં આવેલો વીડિયો ફિલ્મ રજનીતિના એક દ્રશ્યનો ભાગ છે અને અભિનેતા મનોજ વાજપેયીને આકરો જવાબ મળશેની ચેતવણી આપતા દર્શાવવામાં આવ્યા છે.

સિંધુદુર્ગ જિલ્લાના માલવનમાં શિવસેના સાંસદ વિનાયક રાઉતના બંગલા પર કેટલાક અજ્ઞાત લોકોએ સોડા પાણીની બોટલ ફેંકી. પોલીસે જણાવ્યુ કે ઘટના મંગળવારે રાતે લગભગ આઠ વાગે મુંબઈથી લગભગ ૫૦૦ કિમી દૂર સ્થિત માલવનમાં તલગાંવના તટીય રાઉતવાડી વિસ્તારમાં થઈ. પોલીસના જણાવ્યા અનુસાર ચાર અજ્ઞાત લોકો ત્યાં પહોંચ્યા અને તેમના બંગલા તરફથી સોડા પાણીની બોટલ ફેંકી. ઘટનાને અંજામ આપ્યા બાદ તે ત્યાંથી ફરાર થઈ ગયા.

ઉલ્લેખનીય છે કે, ભાજપની જન આશીર્વાદ યાત્રા દરમિયાન રાણેએ નિવેદન આપ્યુ હતુ અને કહ્યુ હતુ કે, ઉધ્ધવ ઠાકરે એ પણ ભુલી ગયા છે કે દેશ ક્યારે આઝાદ થયો હતો. આ માટે તેમણે પોતાના સહયોગીને પૂછવુ પડ્યુ હતુ. આ શરમજનક છે કે, એક મુખ્યમંત્રીને નથી ખબર કે દેશ આઝાદ થયે કેટલા વર્ષ થયા. હું જાે ત્યાં હોત તો તેમને જાેરદાર થપ્પડ મારત.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.