Western Times News

Gujarati News

અફઘાનના ફરાર રાષ્ટ્રપતિનો પુત્ર મહેલ જેવા ઘરમાં રહે છે

કાબુલ, ભલે તાલિબાનના કબજામાં આવેલા અફઘાનિસ્તાનના લોકો દરેક પળે જિંદગી અને મોત સામે ઝઝૂમી રહ્યા હોય પરંતુ દેશ છોડીને ભાગેલા રાષ્ટ્રપતિ અશરફ ગનીના બાળકો હાલ આ બધા સંકટોથી દૂર આલીશાન જીવન જીવી રહ્યા છે. અશરફ ગનીના ૩૯ વર્ષના પુત્ર તારેક અમેરિકાના સૌથી પોશ વિસ્તારમાં રહે છે. આ જગ્યા વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ બિલ્ડિંગથી માત્ર એક માઈલના અંતરે છે. સ્પષ્ટ છે કે તેમના ઘરની કિંમત કરોડોમાં છે અને તેમની લાઈફસ્ટાઈલ એવી છે જે અનેક લોકો માટે સપના સમાન છે.

વ્યવસાયે અર્થશાસ્ત્રના પ્રોફેસર તારેક ગની જે ઘરમાં રહે છે તેની કિંમત કરોડોમાં છે. ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ ૨૦૧૮માં તેમણે આ ઘર ૭ કરોડ રૂપિયા કરતા વધુ કિંમતે ખરીદ્યુ હતું. જેની કિંમત હવે વધી ગઈ છે. તારેક અને તેમની પત્ની એલિઝાબેથ પિયર્સન એક પાવર કપલ છે.

અશરફ ગનીના પરિવારે અફઘાનિસ્તાનથી દૂર રહીને હંમેશા આલીશાન જિંદગી જીવી છે. તેમના પુત્ર તારેક અને પુત્રી મરિયમ અમેરિકામાં જન્મ્યા અને લેબનની માતા રૂલા સાથે હંમેશા વિદેશમાં જ રહ્યા. તારેક અને મરિયમે યુવાવસ્થા અગાઉ ક્યારેય અફઘાનિસ્તાનનો પ્રવાસ કર્યો નહતો. તારેકે ઈન્ટરનેશનલ સિક્યુરિટીમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું અને ત્યારબાદ કેલિફોર્નિયા યુનિવર્સિટી બર્કલેથી માસ્ટર્સ અને પીએચડી કર્યું. તારેકનું આ ઘર ૩ બેડરૂમ અને ૩ બાથરૂમવાળુ છે. ઘરનું બધુ ફર્નિચર અને ડેકોરેશન ખુબ કિંમતી છે.

સ્ટેનફોર્ડથી ગ્રેજ્યુએશન કર્યા બાદ તારેકે અફઘાનિસ્તાનમાં રહીને પિતા અશરફ ગની સાથે થોડા દિવસ કામ કર્યું હતું. તેઓ એક વર્ષ જેટલું અફઘાનિસ્તાનમાં રહ્યા હતા. કથિત રીતે અશરફ ગની પોતાની સાથે ૧૬૯ મિલિયન ડોલર (૧૨ અબજ રૂપિયા કરતા વધુ) કેશ અને ૪ કાર લઈને કાબુલથી ભાગ્યા છે. તેઓ યુએઈમાં રહે છે. આ બાજુ તેમનો પુત્ર હાલમાં જ લોગાન સર્કલ એરિયામાં આરામથી બેઠેલો જાેવા મળ્યો હતો. તે ખુબ જ મોંઘા કપડાં અને વોચ પહેરેલો જાેવા મળ્યો.

તારેક અને તેમની બહેન મહિયમ અનેક વર્ષો સુધી અફઘાનિસ્તાનથી નિર્વાસિત રહ્યા. તાલિબાનનું શાસન ખતમ થયા બાદ ૨૦૦૨માં તેમના પિતા અશરફ ગની નાણામંત્રી બન્યા અને ત્યારબાદ ૨૦૧૪, ૨૦૧૯માં રાષ્ટ્રપતિ બન્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.