Western Times News

Gujarati News

મોદીએ ઇટાલીના પીએમ સાથે ફોન પર અફધાન મુદ્દે વાત કરી

નવીદિલ્હી, પીએમ મોદીએ શુક્રવારે તેમના ઇટાલિયન સમકક્ષ મારિયો ડ્રેગી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ પર ચર્ચા કરી. પીએમ મોદીએ અફઘાનિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સંકલિત પ્રયાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પીએ મોદીએ એક ટ્‌વીટમાં કહ્યું કે તેમણે ઇટાલીના પીએમ મારિયો ડ્રેગી સાથે ફોન પર વાત કરી. અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ પર સંકલિત આંતરરાષ્ટ્રીય પ્રયાસની જરૂરિયાત અંગે ચર્ચા કરી. અમે ય્-૨૦ માં સહયોગ અને આબોહવા પરિવર્તન જેવા અન્ય મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.

બાદમાં, પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ ફોન કોલ દરમિયાન અફઘાનિસ્તાનની તાજેતરની પરિસ્થિતિ અને વિશ્વ અને ક્ષેત્ર માટે તેના અસરો પર ચર્ચા કરી હતી.

પીએમઓના જણાવ્યા અનુસાર, બંને નેતાઓએ કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જીવલેણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી હતી અને ત્યાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા પર ભાર મૂક્યો હતો. પીએમઓના જણાવ્યા અનુસાર, બંને નેતાઓએ અફઘાનિસ્તાનની પરિસ્થિતિથી ઉભી થયેલી માનવતાવાદી અને સુરક્ષા કટોકટીને ઉકેલવા માટે ય્-૨૦ સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

પીએમઓએ કહ્યું કે ય્-૨૦ માં ચર્ચાઓને સફળતાપૂર્વક આગળ વધારવા માટે પીએમ મોદીએ ઇટાલીના ઉત્કૃષ્ટ નેતૃત્વની પ્રશંસા કરી. બંને નેતાઓ દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ, ખાસ કરીને અફઘાનિસ્તાનની સ્થિતિ પર સંપર્કમાં રહેવા સંમત થયા.આપને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનની કથળતી પરિસ્થિતિને જાેતા પ્રધાનમંત્રી વિશ્વના નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. અગાઉ તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે વાત કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.