Western Times News

Gujarati News

મુખ્યપ્રધાન મનોહર લાલના કાર્યક્રમમાં પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો

કરનાલ, ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની માંગને લઇને ખેડૂત સંગઠને હરિયાણામાં ભાજપ નેતાઓ વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે. કરનાલમાં ખેડૂત સંગઠનો દ્વારા ભાજપ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોએ કરનાલ ટોલ પ્લાઝા પર ભાજપ પ્રદેશાધ્યક્ષ ઓપી ધનકડનો કાળો ઝંડો બતાવીને વિરોધ કર્યો. જણાવવામાં આવી રહ્યું છે કે, કેટલાક ખેડૂતોએ આ દરમિયાન ઓપી ધનકડની ગાડી પર ડંડા વરસાવ્યા હતા.

ખેડૂતો આજે દેશભરમાં ‘કૃષિ બચાવો, લોકતંત્ર બચાવો’ દિવસની ઉજવણી કરશેખેડૂતોએ પહેલાથી જ ભાજપના કાર્યક્રમનો વિરોધ કરવાની ચેતવણી આપીઉલ્લેખનીય છે કે, ખેડૂતોએ પહેલાથી જ ભાજપના કાર્યક્રમનો વિરોધ કરવાની ચેતવણી આપી હતી. ત્યાં ખેડૂતોના આહ્વાન પછી જિલ્લા ઉપાયુક્ત નિશાંત કુમારે પણ આશ્વાસન આપ્યું હતું કે, ખેડૂત નેતાઓ સાથે વાત કરીને તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જાે કોઇ કાનૂન વ્યવસ્થાનું ઉલ્લંઘન કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

સામાન્ય પ્રજા પણ પ્રશાસનની વ્યવસ્થાથી નાખુશ જાેવા મળીત્યાં ખેડૂતોના શહેરની પ્રેમ પ્લાઝા હોટલમાં પણ વિરોધ જારી છે. કરનાલમાં આજે સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી ભાજપની હાઇ પ્રોફાઇલ બેઠક ચાલી રહી છે. ત્યાં શહેરના બધા મુખ્ય માર્ગ પર પોલીસે મોટી ટ્રક અને ટ્રોલીઓ ઉભી કરીને રસ્તો બંધ કરી દીધો છે. સામાન્ય પ્રજા પણ પ્રશાસનની આવી વ્યવસ્થાથી ઘણી નાખુશ જાેવા મળી રહી છે.આ પણ વાંચો- ખેડૂતોને દિલ્હી પ્રવેશની અનુમતિ, કિસાન મોરચા કાર્ડ ફરજિયાતબેઠકમાં ૯૦ રાજ્યોની વિધાનસભાના વર્તમાન ધારાસભ્યો ભાગ લેશે

ઉલ્લેખનિય છે કે, નાગરિક ચૂંટણીને લઈને શનિવારે કરનાલમાં ભાજપની રાજ્ય કારોબારીની મહત્વની બેઠક યોજાઈ રહી છે. જેમાં મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર, પ્રદેશ અધ્યક્ષ ઓપી ધનકડ સહિત અનેક નેતાઓએ ભાગ લીધો છે. બેઠકમાં ભાજપના ઉમેદવારો અને ૯૦ રાજ્યોની વિધાનસભાના વર્તમાન ધારાસભ્યો ભાગ લેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.