Western Times News

Gujarati News

મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં નવા એસી ૩ ટિયર કોચ લાગશે

નવી દિલ્હી, ભારતીય રેલવે નવા એસી ૩ ટિયર કોચ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં લગાડવાનું સપ્ટેમ્બર મહિનાથી શરુ કરી રહી છે. આ કોચની મુસાફરોને સમાવવાની ક્ષમતા વધારે છે, અને તેમાં મુસાફરી હાલના ૩ ટિયર કોચ કરતાં ૮ ટકા સસ્તી હશે. રેલવેનો દાવો છે કે, નવા કોચમાં પ્રિયિમય ફીચર્સ છે, જે મુસાફરીને આરામદાયક બનાવશે. હાલ આ કોચનું જાેરશોરથી પ્રોડક્શન ચાલી રહ્યું છે. સૌ પહેલા નવો ઈકોનોમી એસી૩ ટિયર કોચ પ્રયાગરાજ-જયપુર એક્સપ્રેસમાં લગાવાશે.

રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલા એક સર્ક્‌યુલર અનુસાર, ઈકોનોમી એસી૩ કોચની ટિકિટ સલીપર ક્લાસ કરતાં ૨.૪ ગણી મોંઘી હશે. તેમાં ૩૦૦ કિમી સુધીની મુસાફરી માટે ૪૪૦ રુપિયા ચૂકવવા પડશે, અને અંતર જેમ-જેમ વધતું જશે તેમ ભાડું પણ વધશે. વધુમાં વધુ ૪૯૫૧-૫૦૦૦ કિમીની મુસાફરીનું ભાડું ૩૦૬૫ રુપિયા હશે. મુસાફરને રિઝર્વેશન ચાર્જ, સુપરફાસ્ટ ચાર્જ અને જીએસટી અલગથી ચૂકવવા પડશે.

આ કોચમાં ૫૦૦ કિમી સુધીની મુસાફરી માટે રુ. ૬૫૧, ૭૫૦ કિમી સુધીની મુસાફરી માટે રુ. ૯૦૮, ૧૦૦૦ કિમી સુધીના રુ. ૧૧૦૨, ૧૫૦૦ કિમી માટે રુ. ૧૪૩૧, ૨૦૦૦ કિમી માટે રુ. ૧૭૫૭, ૨૫૦૦ કિમી માટે રુ. ૧૯૭૮, ૩૦૦૦ કિમી માટે રુ. ૨૧૯૬, ૩૫૦૦ કિમી માટે ૨૪૧૨, ૪૦૦૦ કિમી માટે રુ. ૨૬૩૧ ભાડું વત્તા અન્ય ચાર્જ અલગથી લેવાશે.

આ કોચની કેટલીક વિશેષતા આ મુજબ છેઃ ઈકોનોમી એસી૩ ટીયર કોચમાં ૮૩ મુસાફરો સમાઈ શકે છે, સામાન્ય કોચની ક્ષમતા ૭૨ની હોય છે. કોચના મેઈન ઈલેક્ટ્રીક કંટ્રોલને હટાવીને ૧૧ નવી બર્થ ઉમેરવામાં આવી છે, દરેક બર્થ માટે એરક્રાફ્ટ સ્ટાઈલ પર્સનાઈઝ એસી વેન્ટ,પર્સનલાઈઝ રિડીંગ લાઈટ્‌સ, દિવ્યાંગ ફ્રેન્ડલી ટોઈલેટ, ટચ ફ્રી ફિટિંગ્સ સાથેના મોડ્યુલર બાયો-ટોઈલેટ, ફાયર પ્રુફ બર્થ, લેપટોપ, મોબાઈલ ચાર્જ કરવા પર્સનલાઈઝ સોકેટ, ઉપરની બર્થ પર જવા મોડિફાઈડ ગ્લેડર્સ.

રેલવે કેટલાક રુટ પર ટ્રેનોને ૧૩૦ કિમી પ્રતિ કલાક સુધીની ઝડપ પર દોડાવવા માટે પ્રયાસ કરી રહી છે. જાેકે, સ્લીપર કોચમાં ૧૧૦ કિમી પ્રતિ કલાકની વધુ ઝડપે મુસાફરી ખાસ અનુકૂળ નથી રહેતી. તેવામાં કેટલીક મેલ/એક્સપ્રેસ તેમજ સુપરફાસ્ટ ટ્રેનોમાં સ્લીપર કોચ હટાવીને ઈકોનોમી થ્રી ટિયર એસી કોચ લગાવાય તેવી પણ શક્યતા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.