Western Times News

Gujarati News

પોલીસે પીછો કરતા ભાગી રહેલો યુવક ફેન્સિંગ સાથે ટકરાયો: કરંટ લાગતાં મોત

Files Photo

વાડીની ફેન્સિંગ સાથે ટકરાઈ ગયો. ખેડૂતો ફેન્સિંગમાં પ્રાણી અને પશુના આતંકથી પાકની રક્ષા કરવા માટે ઇલેક્ટ્રિક્‌ કરન્ટ મૂક્યો હતો.

જુનાગઢ, મેંદરડા તાલુકાના ખીજડીયા ગામે પોલીસે જુગાર પર રેડ કરતા ભાગી રહેલા યુવકનું કરંટ લાગતા મોત થયું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ ગઈકાલે રાત્રે મેંદરડાના ખીજડિયા ગામે વાડીમાં ૧૪ જેટલા લોકો જુગાર રમવા ભેગા થયા હતા.

આ દરમિયાન અચાનક જ પોલીસે રેડ કરી હતી. જેથી પકડાઈ ન જવાને ડરે લોકો ભાગવા લાગ્યા હતા અને પોલીસ તેમને પકડવા પાછળ દોડી હતી. આ દરમિયાન ભાગી રહેલા લોકોમાનો યુવક ભાગતા ભાગતા અંધારામાં વાડીની ફેન્સિંગ સાથે ટકરાઈ ગયો. ખેડૂતો ફેન્સિંગમાં પ્રાણી અને પશુના આતંકથી પાકની રક્ષા કરવા માટે ઇલેક્ટ્રિક્‌ કરન્ટ મૂક્યો હતો.

આ કરન્ટ લાગતાની સાથે જ દેવશી ફેંકાઈ ગયો અને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું. દેવશી નામના ૨૪ વર્ષના યુવકને ખ્યાલ નહીં હોય કે તે પોલીસથી બચવા ભાગી રહ્યો છે અને તેનો જીવ જતો રહેશે. પોલીસને રેડમાં અન્ય ૪ લોકો પણ ઝડપાઈ ગયા હતા. બનાવને પગલે પોલીસને પણ આઘાત લાગ્યો હતો અને દેવશી નામના યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

આમ સૌરાષ્ટ્રમાં શ્રાવણીઓ જુગાર રમવાની પરંપરામાં યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બનાવની જાણ થતાં ખીજડીયા ગામ અને મૃતકના પરિવારમાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ યુવક પરણેલો ન હતો. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ જૂનાગઢ ન્ઝ્રમ્એ બાંટવાના એકલેરા ગામની વાડીમાં ધમધમતા જુગાર પર રેડ કરી હતી. આ દરમિયાન ૧૫ શખ્સો ઝડપાયા હતા અને પોલીસે રોકડ, મોબાઇલ, વાહનો સહિત ૩.૫૧ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.