Western Times News

Gujarati News

બે વર્ષથી ઉપરના બાળકો માટે વેક્સિન જલ્દી આવશે

આરોગ્ય મંત્રી માંડવિયાએ ગુજરાતની ધરતી પર બનેલી કોરોના રસી કોવેક્સિનની પ્રથમ બેચને રવાના કરાવી

અંકલેશ્વર, દેશમાં કોરોનાવાયરસની સંભવિત ત્રીજી લહેર સરકારે રસીકરણ પાછળ પૂરી તાકાત લગાવી છે. બે દિવસ પહેલાં દેશમાં એક જ દિવસમાં એક કરોડ લોકોને રસી આપી અને વિક્રમ સર્જાયો હતો ત્યારે સરકારે આ રસીકરણ ઝૂંબેશને વેગ આપવા માંગે છે. દરમિયાન આ ઝૂંબેશને નવી ગતિ આજે અંકલેશ્વરથી મળી છે.

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ સ્વદેશી વેક્સિન કોવેક્સિનના અંકલેશ્વર પ્લાન્ટમાં તૈયાર થયેલી રસીની પ્રથમ બેચ રવાના કરાવી છે. આ પ્લાન્ટમાં મહિને એક કરોડ ડોઝની ઉત્પાદન ક્ષમતા છે. આ તકે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે દેશમાં બાળકો માટેની વેક્સિન વહેલી તકે આવે તેવી શક્યતા છે.

આ બેચ પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે ‘ભારત બાયોટેકે ગુજરાતની ધરતી પર કોવેક્સિનના ઉત્પાદનનો પ્રથમ પ્લાન્ટ સ્થાપ્યો છે. આગામી દિવસોમાં અમદાવાદના બાયોલોજિક કંપનીસ પણ ઉત્પાદનની તૈયારી શરૂ કરી રહી છે તેમની સાથે કરાર થઈ ગયા છે.

ઝાયડસ કેડિલાની જે વેક્સિન આવી છે જેને ઈમર્જન્સી યૂઝ માટે મંજૂરી આપવામાં આવી છે તે ૧૨ વર્ષથી ઉપરના લોકોને લગાડવાાં આવશે. ભારત બાયોટેકને રિસર્ચની પરમિશન આપવામાં આવી છે, એમાં ૨ વર્ષથી ઉપરના બાળકોને આપવામાં આવશે. આમ જલ્દી દેશમાં સ્વદેશી રસી મળી શકે છે.

આગામી દિવસોમાં સંક્રમણને રોકવા માટે સરકાર સજ્જ છે, જાેકે, જાે કોઈ રાજ્યમાં કોરોનાના કેસ વધી જાય તો સરકારે અગાઉથી જ ૨૩,૦૦૦ કરોડનું પેકેજ આપ્યું અને તેમને આપવાની શરૂઆત કરી છે. દરેક રાજ્યના દરેક જિલ્લામાં ૧ કરોડ રૂપિયાની દવાઓ ખરીદવાની મંજૂરી આપી છે.

આ ઉપરાંત દરેક જિલ્લામાં એમ્બ્યુલન્સ, ઑક્સીજન પ્લાન્ટ શરૂ કરાવવામાં આવ્યા છે. બાળકો માટે આઈસીયુ બેડ તૈયાર કરવામાં આવી રહી છે. થર્ડ વેવની તૈયારી અંગે મનસુખ માંડવિયાએ જણાવ્યું કે દેશમાં ઝાયડસ કેડિલાની જે વેક્સિન છે તે ૧૨ વર્ષથી ઉપરના બાળકો માટે વપરાશમાં આવશે

જ્યારે ભારત બાયોટેકને જ ૦૨ વર્ષથી ઉપરના બાળકો માટેની રસીના સંસોધનની મંજૂરી આપવામાં આવી છે. આ રસીના ત્રીજા ટ્રાયલ માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. આશા છે જલદી દેશમાં જ ૦૨ વર્ષથી ઉપરના બાળકો માટેની વેક્સીન ઉપલબ્ધ થઈ જશે અને તે પણ સ્વદેશી રસી હશે.

આ તકે આરોગ્ય મંત્રી માંડવિયાએ માહિતી આપી કે કોરોના રસીના ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે અમદાવાદની કંપનીઓના પ્લાન્ટ્‌સમાં પણ મેન્યુફેકચરિંગ થશે. આવી કંપનીઓ સાથે કરાર થયા છે અને ઉત્પાદનની પ્રક્રિયા શરૂ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.