Western Times News

Gujarati News

તાલિબાને જાહેર કરી સંપૂર્ણ સ્વતંત્રતાની જાહેરાત, અફઘાનિસ્તાનના એરસ્પેસમાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ

કાબુલ, અફઘાનિસ્તાનમાં અમેરિકાનું મિશન સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું છે અને ઓગસ્ટની છેલ્લી તારીખ પહેલા અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી તેના તમામ સૈનિકો પર ખેંચી લીધા છે. આ સાથે તાલિબાને સંપૂર્ણ સ્વતંત્રતા જાહેર કરી છે. તાલિબાન લડવૈયાઓ ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે. કાબુલ એરપોર્ટ પરથી ૨૦ વર્ષના યુદ્ધ અને છેલ્લી યુએસ ફ્લાઇટ બાદ તાલિબાને અફઘાનિસ્તાન માટે “સંપૂર્ણ સ્વતંત્રતા” જાહેર કરી છે.

સંપૂર્ણ સ્વતંત્રતાની ઘોષણા તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે મંગળવારના રોજ વહેલી સવારે જણાવ્યું હતું કે, અમેરિકી સૈનિકો કાબુલ એરપોર્ટથી નીકળી ગયા છે અને આપણા દેશનેસંપૂર્ણ સ્વતંત્રતા મળી છે. અમેરિકાએ પણ પુષ્ટિ કરી છે કે, તેનું છેલ્લું વિમાન મંગળવારના રોજ સમયમર્યાદા પહેલા કાબુલથી નીકળી ગયું છે.

છેલ્લા બે સપ્તાહથીઅમેરિકા અફઘાનિસ્તાનમાં લોકોને બહાર કાઢવાની કામગીરીમાં સતત રોકાયેલું હતું, જે હવે ખતમ થઈ ગયું છે. આ સાથે તાલિબાનોએ દેશના લગભગ ૮૫ ટકા ભાગપર સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કર્યું છે. આવા સમયે પંજશીર ખીણ હજૂ પણ નોર્દન એલાયન્સ અને અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહનાનિયંત્રણમાં છે.

અફઘાનિસ્તાનના અહેવાલો અનુસાર જ્યારે તાલિબાન લડવૈયાઓએ જાેયું કે, છેલ્લું અમેરિકન વિમાન કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભરી રહ્યું છે, ત્યારે તેમને આનંદમાં આવી ગોળીબાર શરૂ કર્યો હતો. લાંબા સમય સુધી તાલિબાન લડવૈયાઓ હવામાં ફાયરિંગ કરતા રહ્યા.

છેલ્લા ૨૦ વર્ષના લાંબા યુદ્ધ બાદ અમેરિકાએ પોતાનું મિશન સંપૂર્ણપણે સમાપ્ત કરી દીધું છે અને આ સાથે હવે અફઘાનિસ્તાન ફરી એકવાર તાલિબાનના નિયંત્રણમાં છે. છઙ્ઘજ હ્વઅ છઙ્ઘજ હ્વઅ યુનાઇટેડ સ્ટેટ્‌સે છેલ્લા બે સપ્તાહમાં વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે અને તેના સૌથી મોટા કાર્ગો પ્લેનમાં અફઘાનિસ્તાનમાંથી હજારો લોકોને બહાર કાઢ્યા છે.

વોશિંગ્ટનમાં યુએસ સેન્ટ્રલ કમાન્ડના વડા જનરલ ફ્રેન્ક મેકેન્ઝીએ જણાવ્યું હતું કે, છેલ્લું વિમાન બપોરે ૧૨ કલાક પહેલા કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. પ્રથમ વખત એક સાથે ૩ મહિલા જજ સહિત ૯ નવા જજાેએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા! હવે કાબુલ એરપોર્ટ બેકાબૂ કાબુલ એરપોર્ટ પરથી અમેરિકન સૈનિકોને પરત ખેંચી લેવા સાથે કાબુલ એરપોર્ટ સંપૂર્ણપણે અસુરક્ષિત બની ગયું છે.

યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન(એફએએ) એ સોમવારના રોજ જણાવ્યું કે, કાબુલ એરપોર્ટ હવે એર ટ્રાફિક કંટ્રોલ સર્વિસ વગર છે અને આ સાથે અમેરિકાએ અફઘાનિસ્તાન માટે તેની તમામ ફ્લાઇટ્‌સરદ્દ કરી દીધી છે.

એફએએએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, યુનાઇટેડ સ્ટેટ્‌સે અફઘાનિસ્તાનની તમામ ફ્લાઇટ્‌સ અત્યારે એર ટ્રાફિક સર્વિસમાં અને નાગરિક ઉડ્ડયન સત્તામંડળની બિન-કાર્યક્ષમતાને કારણે બંધ કરી દીધી છે. અફઘાનિસ્તાનમાં તમામ યુએસ પાઇલટ્‌સ, યુએસ રજિસ્ટર્ડ પાઇલટ્‌સ અને યુએસ એરક્રાફ્ટ પાસે છે.

અફઘાનિસ્તાનના એરસ્પેસમાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ મહિનાની શરૂઆતમાં યુએસ સેનાએ જણાવ્યું હતું કે, તેણે કાબુલમાં એર ટ્રાફિક નિયંત્રણનું સંચાલન કર્યું હતું, જેથી અફઘાનિસ્તાનમાંથી હજારો લોકોને બહાર કાઢવામાં મદદ મળી શકે.
દરમિયાન અફઘાનિસ્તાનમાં ૨૦ વર્ષથી વધુ સમયથી અમેરિકાની હાજરીનો અંત આવ્યો છે.

છેલ્લા ત્રણ યુએસ લશ્કરી વિમાનોએ મોડી રાત્રે કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, જે બાદ અફઘાનિસ્તાનમાં અમેરિકાની સૈન્ય હાજરી હવે સમાપ્ત થઈ ગઈ છે. આ અંગે નિવેદન આપતા અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડને કહ્યું હતું કે, ‘અફઘાનિસ્તાનમાં અમારી સૈન્ય હાજરી હવે સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે.’

જાે બાઇડને કહ્યું કે, “છેલ્લા ૧૭ દિવસોમાં ૧,૨૦,૦૦૦ થી વધુ અમેરિકન નાગરિકોને એરલિફ્ટ કરવા બદલ હું સશસ્ત્ર દળોનો આભાર માનું છું. જે લોકો અફઘાનિસ્તાન છોડવા માંગે છે, તેમના માટે એરપોર્ટ ફરીથી ખોલવાની વ્યવસ્થા કરવામાં આવશે. આજે બાઇડન રાષ્ટ્રને સંબોધિત કરશે.

યુએસના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેને મીડિયામાં નિવેદન આપ્યું હતું કે, ‘અમેરિકાએ કાબુલમાં રાજદ્વારી હાજરી સંપૂર્ણપણે સમાપ્ત કરી દીધી છે અને હવે અમે દોહા (કતાર)થી અમારી કામગીરી ચલાવીશું. યુએસ લશ્કરી ફ્લાઇટ્‌સ સમાપ્ત થઈ ગઈ છે, અમારા સૈનિકો અફઘાનિસ્તાન છોડી ગયા છે, પરંતુ અમેરિકા અફઘાન લોકોને માનવીય સહાયતા આપવાનું ચાલુ રાખશે, જે યુએન એજન્સીઓ, એનજીઓ દ્વારા શક્ય બનશે, અમે આશા રાખીએ છીએ કે, તાલિબાન અમને મદદ કરવાના પ્રયાસોમાં અવરોધો ઉભા કરશે નહીં. અફઘાનિસ્તાનમાં હજૂ પણ લગભગ ૨૦૦ અમેરિકનો છે, જે તેમને બહાર કાઢવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.