Western Times News

Gujarati News

અફઘાનિસ્તાનમાં ભૂખમરો અને આર્થિક કંગાલિયત,બેન્કો-ATM ખાલીખમ

કાબુલ, અફઘાનિસ્તાનમાં ૨૦ વર્ષ પછી આજનો દિવસ તાલિબાનો માટે ઐતિહાસિક હતો. અમેરિકાના નેતૃત્વમાં નાટો દળોએ સંપૂર્ણપણે વિદાય લઈ લીધી છે. બુધવારે અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનનો પહેલો દિવસ હતો. જાેકે, આતંકીઓમાંથી શાસક બનેલા તાલિબાનો માટે દેશમાં ફેલાયેલો ભૂખમરો અને આર્થિક કંગાલિયતની સ્થિતિને દૂર કરવી એ સૌથી મોટો પડકાર છે. બીજીબાજુ અમેરિકાએ તાલિબાનને ચેતવણી આપી છે કે જરૂર પડશે તો અમે અફઘાનિસ્તાન પર ડ્રોન હુમલો કરતા રહીશું.

અમેરિકન સૈન્યની વિદાયને પગલે તાલિબાનો ઊજવણી કરી રહ્યા છે. પરંતુ તેમના માટે આ ઊજવણી લાંબો સમય ચાલે તેમ નથી. અમેરિકન અને નાટો દળોની વિદાય એવા સમયે થઈ છે જ્યારે અફઘાનિસ્તાન ભૂખમરાનો સામનો કરી રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ આ સંદર્ભમાં ચેતવણી આપતા કહ્યું કે અફઘાનિસ્તાનમાં આ મહિના પછી ભયાનક ભૂખમરાની સ્થિતિ આવી શકે છે. અફઘાનિસ્તાન જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે તે જાેતા ત્યાં અનાજની ભયંકર અછત પેદા થઈ શકે છે.

સ્થાનિક માનવીય સમન્વયક રમીઝ અલાકબારોવે કહ્યું કે, દેશની એક તૃતિયાંશ વસતી ખાદ્ય અસલામતીનો સામનો કરી રહી છે. રોમ સ્થિતિ વર્લ્‌ડ ફૂડ પ્રોગ્રામના રિપોર્ટ મુજબ ૩.૯ કરોડ લોકોની વસતીવાળા દેશમાં ૧.૪ કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે.અફઘાનિસ્તાનમાં ત્રણ વર્ષમાં બીજી વખત દુષ્કાળ જેવી સ્થિતિ છે. અફઘાનિસ્તાનમાં ૨૦ લાખ બાળકો કુપોષણનો ભોગ બનેલા છે.

અમેરિકન સૈનિકોની વિદાય પહેલાં જ બંદૂકની અણીએ તાલિબાનોએ લગભગ આખા દેશ પર કબજાે કરી લીધો હતો. પરિણામે અમેરિકા, યુરોપ સહિત અનેક દેશોએ અફઘાનિસ્તાનને અપાતી આર્થિક સહાય બંધ કરી દીધી હતી.

તાલિબાનો માટે દેશવાસીઓ માટે અનાજની સમસ્યા ઉપરાંત સરકારી કર્મચારીઓના પગારની પણ સમસ્યા છે. સરકારી કર્મચારીઓને કેટલાક મહિનાઓથી પગાર ચૂકવાયા નથી. તાલિબાનોના આગમનને કારણે દેશનું ચલણ પણ ખૂબ જ નીચા સ્તરે પહોંચી ગયું છે. બેન્કોના એટીએમ પણ ખાલી થઈ ગયા છે. તાલિબાનો માટે શાસન કરવા માટે દેશને ભૂખમરા અને આર્થિક કંગાલિયતમાંથી બહાર કાઢવો એ સૌથી મોટો પડકાર બની રહેશે.

દરમિયાન અમેરિકન દળોની વિદાય પછી રાષ્ટ્રજાેગ સંબોધનમાં અમેરિકન પ્રમુખ જાે બાઈડેને તાલિબાનને ચેતવણી આપતાં કહ્યું હતું કે, જરૂર પડશે તો અમેરિકા અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલા કરવાનંઅ ચાલુ રાખશે. અમેરિકન પ્રમુખ જાે બાઈડેને કાબુલ એરપોર્ટ પર હુમલો કરનારા આઈએસ-ખોરાસનને ચેતવણી આપતા કહ્યું કે અમારો બદલો પૂરો નથી થયો.

અફઘાનિસ્તાન છોડવાના ર્નિણયનો બચાવ કરતાં બાઈડેને કહ્યું કે, અમેરિકન લોકોના હિતમાં આ જ સૌથી સારો ર્નિણય હતો. તેમણે ઉમેર્યું કે અમેરિકા હવે કોઈપણ દેશમાં મિલિટરી બેઝ નહીં બનાવે. અફઘાનિસ્તાનમાં હજી પણ ૧૦૦થી ૨૦૦ અમેરિકનો છે. ૩૧મી ઓગસ્ટની ડેડલાઈન અમેરિકન સૈનિકો માટે હતી.

અમેરિકન નાગરિકો માટે કોઈ ડેડલાઈન નથી. તેઓ જ્યારે પણ ઈચ્છે ત્યારે અમે તેમને બહાર નીકળવામાં મદદ કરીશું. પેન્ટાગોનના પ્રેસ સચિવ જાેન કિર્બીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં તેમના સૈનિકોની હાજરી ન હોવા છતાં તેઓ ઈસ્લામિક સ્ટેટ – ખોરાસન સામે અને અફઘાનિસ્તાનમાં જરૂર પડશે તો ડ્રોન હુમલા કરવાનું ચાલુ રાખશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.