Western Times News

Gujarati News

મોદી સરકાર સ્પષ્ટ કરે તાલિબાન આતંકવાદી સંગઠન છે કે નહીઃ ઉમર અબ્દુલ્લાહ

શ્રીનગર, ૨૦ વર્ષના લશ્કરી મિશન પછી અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનમાંથી પાછા હટી ગયા અને તાલિબાનોએ દેશ પર પોતાનું શાસન સંપૂર્ણપણે સ્થાપિત કર્યું. જાે કે અફઘાનિસ્તાનના કબજા સાથે તાલિબાને કહ્યું છે કે તે ભારત સાથે સારા સંબંધો રાખવા માંગે છે. આ દરમિયાન નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તાલિબાન સાથે દોહામાં મંત્રણાને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે સરકારે સ્પષ્ટતા કરવી જાેઈએ કે તેઓ તાલિબાનને આતંકવાદી સંગઠન માને છે કે નહીં?

તાલિબાનના નેતાઓ અને કતારમાં ભારતના રાજદૂત દીપક મિત્તલ વચ્ચે મંગળવારે દોહામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ વાતચીત પર મોદી સરકાર પર નિશાન સાધતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, તાલિબાન આતંકવાદી સંગઠન છે કે નહીં, સરકારે અમને આ સ્પષ્ટપણે જણાવવું જાેઈએ. તમે તાલિબાનને કેવી રીતે જુઓ છો? જાે તાલિબાન આતંકવાદી સંગઠન છે, તો તમે તેમની સાથે શા માટે વાત કરી રહ્યા છો? અને, જાે તાલિબાન આતંકવાદી સંગઠન નથી, તો શું તમે તેની વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં જશો? તેના પર સ્પષ્ઠતા કરો.

તમને જણાવી દઈએ કે સોમવારે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકો સંપૂર્ણ રીતે પાછા ફર્યા બાદ તાલિબાન અને ભારત વચ્ચે મંગળવારે દોહામાં પ્રથમ મંત્રણા યોજાઈ હતી. તાલિબાન દ્વારા મંત્રણા શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ કતારમાં ભારતના રાજદૂત દીપક મિત્તલે દોહામાં તાલિબાન નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનિકઝાઈને મળ્યા હતા. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર બેઠક દરમિયાન દીપક મિત્તલે તાલિબાન નેતાઓને કહ્યું કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કોઈપણ રીતે ભારત વિરોધી પ્રવૃત્તિઓ કે આતંકવાદ માટે થવો જાેઈએ નહીં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.