Western Times News

Gujarati News

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચોથા માળેથી યુવકે આત્મહત્યા કરવા માટે કૂદકો માર્યો

અમદાવાદ, અમદાવાદમાં આપઘાતના બનાવોમાં વધારો થયો છે. નાની નાની વાતોમાં અથવા તો પારિવારિક ત્રાસને કારણે આપઘાતના બનાવો વધ્યા છે. બીજી તરફ, કોરોનાકાળમાં રોજગારીના પ્રશ્નોને કારણે પણ આપધાતના બનાવો નોંધાઈ રહ્યા છે. ત્યારે શહેરની સિવિલ હોસ્પિટલમાં એક શખસે ચોથા માળેથી આત્મહત્યા કરવા માટે છલાંગ મારી હતી. નસીબજાેગે આ યુવક નીચે પતરાં પર પટકાતાં તેનો જીવ બચી ગયો હતો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં જી બ્લોકના ચોથા માળેથી આજે સવારે એક યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ યુવકને ચોથા માળેથી છલાંગ લગાવતાં પહેલાં ત્યાં હાજર લોકોએ બૂમો પાડીને આવું નહીં કરવા સમજાવ્યો હતો, પરંતુ તેણે કોઈની વાતને નહીં માનીને આખરે ચોથા માળેથી નીચે પડતું મૂક્યું હતું.

નસીબ જાેગે તે પતરાં પર પડતાં તેનો જીવ બચી ગયો હતો. યુવકને બચાવવા માટે સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની બે ગાડી જે હોસ્પિટલમાં હાજર હોય છે ત્યાં પહોંચી હતી. બાકીનાં રેસ્ક્યૂ વાહનો રવાના કરવામાં આવ્યાં હતાં.

ફાયરબ્રિગેડના જવાનના જણાવ્યા મુજબ, ફાયરબ્રિગેડના અધિકારી તેને બચાવવા સમજાવી રહ્યા હતા એ દરમિયાન જ યુવકે નીચે કૂદકો મારી દીધો હતો. યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં જ ખસેડવામાં આવ્યો છે. આત્મહત્યાનો પ્રયાસ કરનારા યુવકનું નામ નરેશ સોલંકી હોવાનું જાણવા મળ્યું છે.

યુવકે શા માટે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો એની માહિતી યુવકના ભાનમાં આવ્યા બાદ જ જાણવા મળી શકે છે. આત્મહત્યાના પ્રયાસનો લાઈવ વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકો તેને જાેઈ વાતચીત કરે છે અને ફાયરબ્રિગેડના કર્મચારીઓ સમજાવતા હતા છતાં પોતે નીચે કૂદકો મારે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.