Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

જેમ્સ બોન્ડ સિરીઝની નવી ફિલ્મ ગુજરાતીમાં રિલીઝ થશે

મુંબઈ, હોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ સિરીઝ એવી જેમ્સ બોન્ડ શ્રેણીની ૨૫મી ફિલ્મ નો ટાઈમ ટુ ડાઈની રિલીઝ ડેટ આવી ગઈ છે. તારીખ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ના દિવસે ભારતમાં જેમ્સ બોન્ડ સિરીઝની ૨૫મી ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ રિલીઝ થશે. જેમાં ર્ર્૭ના રોલમાં એક્ટર ડેનિયલ ક્રેગ જાેવા મળશે. બુધવારના દિવસે યુનિવર્સલ સ્ટુડિયોએ જેમ્સ બોન્ડની નવી ફિલ્મનો ટાઈમ ટુ ડાઈ’ની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. નો ટાઈમ ટુ ડાઈ ફિલ્મ ગુજરાતી ભાષામાં પણ રિલીઝ થવાની છે.

ગુજરાતી સહિત અંગ્રેજી, હિન્દી, કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ, પંજાબી, ભોજપુરી અને બંગાળી ભાષામાંનો ટાઈમ ટુ ડાઈ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. લગભગ ૬ વર્ષના સમયગાળા બાદ જેમ્સ બોન્ડ શ્રેણીની નવી ફિલ્મ સિનેમાઘરોમાં આવી રહી છે.

અગાઉ ૨૦૧૫માં જેમ્સ બોન્ડની ‘સ્પેક્ટર’ ફિલ્મ રિલીઝ થઈ હતી. જેમ્સ બોન્ડ સિરીઝની ૨૫મી ફિલ્મનો ટાઈમ ટુ ડાઈ’ ગુજરાતી ડબ્બ વર્ઝનમાં રિલીઝ થવા જઈ રહી છે.

આ ફિલ્મ સૌપ્રથમ નવેમ્બર ૨૦૧૯માં રિલીઝ થવાની હતી પરંતુ, બાદમાં ફેબ્રુઆરી ૨૦૨૦માં અને પછી એપ્રિલ ૨૦૨૦માં રિલીઝ કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ, કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા ત્યારે પણ રિલીઝ થઈ શકી નહીં ત્યારે હવે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ No Time To Die રિલીઝ કરવાનું નક્કી કરાયું છે. ફિલ્મ No Time To Dieમાં મુખ્ય રોલમાં ડેનિયલ ક્રેગ સહિત રામી મલિક, ક્રિસ્ટોફર વૉલ્ટ્‌ઝ જેવા જાણીતા હોલિવૂડ એક્ટર જાેવા મળશે.

Cary Joji Fukunaga દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મનું મ્યુઝિક પ્રખ્યાત સંગીતકાર હાંસ ઝિમ્મરએ આપ્યું છે. ફિલ્મનું વર્લ્‌ડ પ્રીમિયર લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ યોજાશે અને પછી યુકેમાં ૩૦ સપ્ટેમ્બરે રિલીઝ થશે જ્યારે ૮ ઓક્ટોબરે અમેરિકામાં રિલીઝ થશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers