Western Times News

Gujarati News

ભારતે અફઘાનિસ્તાન અંગે નિષ્ફળ નીતિઓ પર પુનર્વિચાર કરવો જોઈએ

અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ગુલબુદ્દીન હીકમતયારે ભારતને ચેતવણી આપી છે. તેણે કહ્યું હતું કે ભારતે અફઘાનિસ્તાન અંગેની તેની નિષ્ફળ નીતિઓ પર પુનર્વિચાર કરવો જાેઈએ.

અફઘાનિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ગુલબુદ્દીન હીકમતયારે ભારતને ચેતવણી આપી છે. એક સમયે ‘કાબુલનો કસાઈ’ તરીકે ઓળખાતા ગુલબુદ્દીને કહ્યું છે કે ભારતે આવા લોકોને આશરો ન આપવો જાેઈએ જેમના સંબંધો અફઘાનિસ્તાનની જૂની સરકાર સાથે છે. એક ન્યૂહ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં તેમણે એમ પણ કહ્યું કે તાલિબાન આવા કૃત્યોનો બદલો લેશે. જણાવી દઈએ કે ૧૫ ઓગસ્ટના રોજ કાબુલ પર તાલિબાનના કબજા બાદ, અગાઉની સરકારના ઘણા મંત્રીઓ ભારત આવ્યા છે.

ગુલબુદ્દીન હીકમતિયારને ઈ-મેલ દ્વારા પ્રશ્નો મોકલવામાં આવ્યા હતા. ભારતને ચેતવણી આપતી વખતે, તેણે પ્રશ્નના જવાબમાં લખ્યું, ‘આવી સ્થિતિમાં તાલિબાનને ભારત વિરુદ્ધ કાર્યવાહી કરવાની ફરજ પડશે. ભારતે આવા આશ્રય આપવાનું ટાળવું જાેઈએ. આવા લોકોને રાજકીય આશ્રય આપીને, ભારત તેમને અફઘાનિસ્તાન સરકાર વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવા માટે એક મંચ આપી રહ્યું છે, જે સારું નથી.

૭૨ વર્ષીય હેકમતિયરે કાશ્મીર મુદ્દે પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન અને તેના નવા શાસકોને કાશ્મીર મુદ્દામાં દખલ કરવામાં કોઈ રસ નથી. તેમણે એવું પણ સૂચન કર્યું કે અફઘાન ભૂમિનો ઉપયોગ ભારત સામે પાકિસ્તાન સામે કરવો વધુ સરળ રહેશે. “હું એ વાત પર પણ ભાર આપવા માંગુ છું કે અફઘાનિસ્તાનની જમીનનો તેના પડોશીઓ સામે વધુ અસરકારક રીતે ઉપયોગ કરી શકાય.” ભારતને આવી શંકા ન હોવી જાેઈએ.

તાલિબાન શાસન અંગે ભારતની ચિંતાઓ અંગે પૂછવામાં આવતા હીકમતિયારે કહ્યું કે, ભારતે સોવિયત યુનિયન અને અમેરિકા સાથે સંબંધો સ્થાપિત કરીને જે ઐતિહાસિક ભૂલ કરી છે તેને સુધારવી જાેઈએ. ભારતે અફઘાનિસ્તાન અંગેની તેની નિષ્ફળ નીતિઓ પર પુનર્વિચાર કરવો જાેઈએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.