Western Times News

Gujarati News

અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવા અંગે આજે કોઈ નિર્ણય ન લેવાયો, હવે આવતીકાલે થઈ શકે છે જાહેરાત

કાબુલ, અફઘાનિસ્તાનમાં શુક્રવારે નવી સરકારની જાહેરાત થવાની હતી, પરંતુ તાલિબાનના ટોચના નેતાઓએ આ અંગેનો નિર્ણય આજે ટાળી દીધો છે. હવે નવી સરકારના ગઠનને લઈને આવતીકાલે એટલે કે 4 સપ્ટેમ્બરે નિર્ણય લેવામાં આવશે. તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુઝાહિદ મુજબ નવી સરકારની જાહેરાત હવે શનિવારે કરવામાં આવશે.

આ પહેલાં ન્યૂઝ એજન્સી રોયટર્સના સૂત્રોએ જણાવ્યું કે મુલ્લા બરાદર અફઘાનિસ્તાનની નવી સરકારની કમાન સંભાળશે. તો તાલિબાનના ફાઉન્ડર મુલ્લા ઉમરના દીકરા મુલ્લા મોહમ્મદ યાકૂબઅને સાથે જ શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકઝઇને પણ તાલિબાની સરકારમાં મહત્વનું પદ આપવામાં આવશે. આ તમામ કાબુલ પહોંચી ગયા છે. ભાસ્કરના સૂત્રોના જણાવ્યા મુજબ અફઘાનિસ્તાનની વાસ્તવિક સત્તા શૂરા સમિતિના હાથમાં જ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.