Western Times News

Gujarati News

૧૦૮ સેવાને કારણે ૧૪ વર્ષમાં ૧.૨૮ કરોડ માનવ જિંદગી બચી શકી

પ્રતિકાત્મક

૨.૧૦ લાખ દર્દીઓને સારવાર મળી- ગુજરાતમાં અત્યારે ૮૦૦ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ કાર્યરત છે. ૪૫૦થી વધારે ખિલખિલાટી વાન,

પાલનપુર, ગુજરાતમાં ૨૦૦૭માં ૧૦૮ ઇમરજન્સી સેવાની શરૂઆત થઇ હતી ગુજરાતમાં અત્યારે ૮૦૦ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ કાર્યરત છે. ૪૫૦થી વધારે ખિલખિલાટી વાન, ૧૮૧ મહિલા અભયમ, ૧૯૬૨ એનિમલ કરૂણ હેલ્પલાઇન (એમડી) મોબાઇલ વેટનરી ડીસ્પેન્સરી, આરોગ્ય ધન્વંતરી રથ જીવીકે ઇએમઆરઆઇમાં અત્યારે આટલા પ્રોજેક્ટ કાર્યરત છે.

૧૪ વર્ષમાં ૧,૨૫,૦૦,૦૦૦થી પણ વધારે માનવ જિંદગી બચાવી છે અને કોરોના કાળ દરમિયાન અંદાજે ૨,૧૦,૦૦૦થી વધારે પેશન્ટને સારવાર આપીને હોસ્પિટલ શિપ્ટ કર્યા. ૩૦૦૦થી વધુ કોરના વોરિયરને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

૨૯, ઓગસ્ટના રોજ આપણી જીવીકે ઇએમઆરઆઇ ૧૦૮ને ૧૪ વર્ષ પૂર્ણ થતાં પાલનપુર લોકેશન ખાતે બનાસ મેડિકલ કોલેજ (સિવિલ)ના સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનિલભાઇ જાેશી, આપણા પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢિયાર, બનાસકાંઠા જિલ્લાના સુપરવાઇઝર નિતિન પટેલ, નિખિલ ગોરદાર, દિવાયરાજ બિહોલા, નરેશ પટેલ ૧૯૬૨ના પીસી ભાસ્કર નાયક સિવિલના ડો. તથા ૧૦૮ના સ્ટાફની ઉપસ્થિતિમાં કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી

અને સુપ્રિટેન્ડેન્ટ સુનિલભાઇ જાેશી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ૧૦૮ની સેવા કૂબજ સારી અને અજાેડ છે અને તેનાથી ઘણા લોકોના જીવ બચ્યા છે અને ૧૦૮ પ્રત્યે મારો પણ અંગત અનુભવ છે અને સેવાને બિરદાવવા લાયક છે અને આ સેવા આનાથી પણ વધારે સારી અને સુસજ્જ બને તેવી શુભેચ્છા પાઠવી હતી અને પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢિયારે ૧૦૮ની વધુ માહિતી આપી હતી અને ૧૪ વર્ષની ગાથા સંભળાવી હતી.

અમદાવાદ ખાતે ૧૪ વર્ષની ઉજવણીના ભાગરૂપે શ્રેષ્ઠ કામગીરીના એવોર્ડ આપવામાં આવ્યા હતા. તેમાંનો એક એવોર્ડ કે જેની સમગ્ર ગુજરાત આતુરતાથી રાહ જાેતો હોય છે તે એવોર્ડ માટે ઉત્તર ગુજરાતના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢિયારની સમગ્ર ગુજરાત લેવલે બેસ્ટ પ્રોગ્રામ મેનેજર તરીકે પસંદગી થતા તેમને જીવીકે ઇએમઆરઆઇના સીઓઓ જશવંતભાઇ પ્રજાપતિના હસ્તે પ્રમાણપત્ર અને મોમેન્ટોથી બિરદાવવામાં આવ્યા હતા અને આ પ્રસંગે બનાસકાંઠા ૧૦૮ની ટીમમાં આનંદની લાગણી છવાઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.