Western Times News

Gujarati News

બનાવટી ઓફિસર બનીને રૂપિયા લેનાર સામે ફરિયાદ

અમદાવાદ, અમદાવાદ શહેરનો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આઇબીમાં ઓફિસર હોવાનું ઓળખ આપીને પહેલા તો દુષ્કર્મની ફરિયાદ નહિ થવા દેવા માટે કહીને રૂપિયા ૧૫ હજાર પડાવ્યા.

જાેકે ફરિયાદ થઈ ગયા બાદ પોલીસ તરફથી કોઈ તકલીફ નહિ થવા દેવાનું કહીને રૂપિયા પડાવવા માટે આવેલા શખ્સની એક જ શબ્દમાં પોલ ખુલ્લી પડી ગઈ છે. એફઆઇઆરની જગ્યાએ તે એફઆરઆઇ બોલતો આ ઓફિસર બનાવટી હોવાની શંકા જતાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ફરિયાદીનો પુત્ર જીત બે મહિના પહેલા સોશિયલ મીડિયા મારફતે એક યુવતીના સંપર્ક માં આવ્યો હતો.

જે યુવતી સાથે વાત ચીત બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને પ્રેમ સબંધ બંધાયો હતો. જાેકે બન્ને વચ્ચે ત્રણેક વખત શારીરિક સંબંધ પણ બંધાયો હતો. બાદમાં યુવતી ફરિયાદીના પુત્રને હેરાન કરતી હોવાથી ફરિયાદીએ તેને હેરાન ના કરવા માટે કહ્યું હતું. જાેકે આ દરમિયાન રાજભા નામનો એક વ્યક્તિ તેમના ઘરે આવ્યો હતો. જે આઇબીમાં ઓફિસર હોવાની ઓળખ આપી હતી. આ સાથે ફરિયાદીના દીકરાની સામે યુવતી ફરિયાદ કરવાનુ કહે છે, પરંતુ હું ફરિયાદ નહીં થવા દઉં તેમ કહીને રૂપિયા ૧૫ હજાર પડાવી ગયો હતો. જાેકે યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવ્યા બાદ આ શખ્સ ફરી તેમના ઘરે આવ્યો હતો. તમારા દીકરાને પોલીસ તરફથી કોઇ તકલીફ નહીં પડવા દઉં તેને રૂપિયા દોઢ લાખની માગણી કરી હતી.

જાેકે આરોપી રાજભા વારંવાર એફ.આઇ.આર ના બદલે એફ આર આઈ બોલતો હોવાથી ફરિયાદીના જેઠ આ બનાવટી આઇ બી ઓફિસર હોવાની શંકા ગઈ હતી. જેથી તેમણે આ રાજભા પાસે આઇકાર્ડ માંગ્યું હતું. પરંતુ આઇકાર્ડ બતાવ્યું ન હતું. અને પોતાના હોદ્દા વિશે પણ યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. આરોપીએ પોતાનું નામ રાજવીર સિંહ ઝાલા અને પોતે નરોડાનો રહેવાસી હોવાનુ કહ્યું હતું. જે અંગે પોલીસે જાણ કરતા પોલીસ એ સમગ્ર મામલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.