Western Times News

Gujarati News

ખેડૂતોએ શાકભાજી રસ્તા પર ફેંકીને વિરોધ નોંધાવ્યો

રાજકોટ, રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ છ દિવસ બંધ રહ્યા બાદ આજે પુનઃ ધમધમતા થયા હતા અને રાત્રિથી જ ખેડૂતો દ્વારા જણસી ભરેને આવી પહોચ્યા હતા. સવારથી વહનોની કતારો લાગી હતી. પરંતુ છ દિવસ બાદ ખૂલેલા માર્કેટમાં ખેડૂતોને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે, શાકભાજીના ભાવમાં ઘટાડો જાેવા મળ્યો હતો.

સાવ નાંખી દેવાય તેવા ભાવે મહેનતથી ઉગાડેલી શાકભાજી વેચાઈ હતી. યાર્ડમાં દૂધી ૧ રૂપિયે કિલો તથા ટિંડોળા, ગલકાં, કારેલા, ભીંડા, કોબીજ અને રીંગણા સસ્તા ભાવે વેચાયા હતા. જન્માષ્ટમીનો તહેવાર હોવાથી પાંચ દિવસથી માર્કેટ યાર્ડ બંધ હતા. જે ખુલતાની સાથે શાકભાજીની ધૂમ આવક થવા સાથે તેના ભાવમાં પણ કડાકો બોલાયો છે.

આજે રાજકોટ યાર્ડમાં દૂધી રૂપિયા ૧ થી ૩ ના કિલોના ભાવે વેચાયા. તો કોબીજ, ભીંડા, ટીંડોળા, કારેલા, ગલકા, લીલી મકાઈ વગેરે પ્રતિ ૨૦ રૂપિયા કિલોથી ૧૦૦ રૂપિયાથી નીચા ભાવે વેચાયા હતા. એકંદરે શાકભાજી ૩થી ૮ રૂપિયાના કિલોના લેખે સોદા થયા હતા. જાે કે શાકભાજી જ્યારે ફેરિયા દ્વારા માર્કેટમાં પહોંચે ત્યારે તે અનેકગણા ભાવ કરી દેતા હોય છે.

શાકભાજીના ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા રોષ જાેવા મળ્યો હતો. જેથી જૂના માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ઓછો ભાવ મળતા શાકભાજી ફેંકી દેવી પડે તેવી સ્થિતિ સામે આવી હતી. જૂના માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ શાકભાજી રસ્તા પર ફેંકી દીધા હતા. એક તરફ શાકભાજીની પુષ્કળ આવક થઈ છે, તો બીજી તરફ તેની સામે ખેડૂતોને પૂરતો ભાવ નથી મળી રહ્યો.

શાકભાજી ૧ થી ૨ રૂપિયે પ્રતિ કિલો વેચાતા હોવાથી ખેડૂતોમાં ભારોભાર રોષ છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને શાકભાજીના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોમાં નારાજગી જાેવા મળી રહી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જ્યારે ખેડૂતો પાસેથી ૨ કે ૪ રૂપિયે ૧ કિલોના ભાવે ખરીદેલું શાક જ્યારે શહેરોના માર્કેટમાં આવે છે ત્યારે તેની કિંમત ૨૦ રૂપિયા નું ૨૫૦ ગ્રામ થઈ જાય છે.

શાકના ૧૦ ગણા કરતા પણ વધારે ભાવ વધી જાય છે. શાક ખરીદવા આવનાર ગ્રાહકનું પણ કહેવું છે કે શાકભાજીના ભાવ વધારે છે અને હવે તે મોંઘા બની ગયા છે. જ્યારે વેપારીઓ પણ કહી રહ્યા છે કે તેમને શાક મોંઘું પડી રહ્યું છે. સાથે જ શાકની શૉટેજ છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે વચેટિયાઓને ફાયદો થઈ રહ્યો છે. વચેટિયાઓના કારણે ખેડૂતો અને ગ્રાહકોને નુકસાન થઇ રહ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.