Western Times News

Gujarati News

મુંબઈની બેંકમાંથી ૫.૫ કરોડની ડિજિટલ લૂંટ

ભોપાલ, બેંકમાંથી ૫.૫ કરોડની ડિજિટલ લૂંટની તપાસ કરી રહેલી પોલીસે એક ટ્યૂશન ટીચર ધરપકડ અને તેના બે વિદ્યાર્થીની અટકાયત કરી છે.

મુંબઈ સ્થિત બેન્ક ઓફ બહેરિન એન્ડ કુવૈતમાંથી નાઈજિરિયન ગેંગ દ્વારા આ લૂંટ ચલાવાઈ જેમાંથી ૨૨.૫ લાખ રુપિયા ગ્વાલિયરના એક ટ્યૂશન સંચાલક અને તેના બે સ્ટૂડન્ટ્‌સના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવમાં આવ્યા હતા. કેસની તપાસ કરી રહેલી પોલીસને જાણવા મળ્યું હતું કે, લૂંટા ૫.૫ કરોડ રુપિયા જુદાજુદા ૮૭ બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

ગ્વાલિયરના શિક્ષક અને વિદ્યાર્થીઓને વીસ હજાર રુપિયાની લાલચ આપીને ભેજાબાજાેએ તેમના અકાઉન્ટનો પણ ઉપયોગ કર્યો હતો. ગ્વાલિયર એસપીના જણાવ્યા અનુસાર, મુંબઈ ક્રાઈમ બ્રાંચે આ અંગે લોકલ પોલીસને એલર્ટ કરતાં ત્રણેયનો પત્તો લગાવી તેમને કસ્ટડીમાં લેવાયા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ત્રણ આરોપીમાંથી એક ટ્યૂટશન ક્લાસનો સંચાલક છે, જ્યારે તેના બે વિદ્યાર્થઓ ૧૨મા ધોરણમાં ભણે છે.

ત્રણેટને તેમના અકાઉન્ટનો ઉપયોગ કરવા દેવા બદલ ૨૦ હજાર રુપિયા આપવામાં આવ્યા હતા. જાેકે, બે વિદ્યાર્થીઓને એ ખબર નહોતી કે તેમના બેન્ક અકાઉન્ટનો ખરેખર શેના માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલ ત્રણેયને મુંબઈ લઈ જવામાં આવ્યા છે. મુંબઈની બેંકમાંથી નાઈજિરિયન ગેંગ દ્વારા ૧૪-૧૫ ઓગસ્ટની રાત્રે સર્વર હેક કરીને આ ડિજિટલ ચોરી કરવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.