Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રમાં ૧૦ સ્થળોએ જુગાર દરોડાઃ૧૧૩ પકડાયા

પ્રતિકાત્મક તસવીર

રાજકોટ, સૌરાષ્ટ્રના ધોરાજી, જૂનાગઢ, તલાલા, પોરબંદર, દીવ, જામનગર અને જામખંભાળીયા શહેર પંથકમાં પોલીસે આશરે દસેક જગ્યાએ જુગાર દરોડા પાડ્યા હતા. પોલીસે રૂા.૧૬ લાખ ૮૦ હજાર ૯૬૦ના મુદ્દામાલ સાથે ર૭ મહિલા સહિત ૧૧૩ તાસપ્રેમી (જુગારીયા) સામે જુગારધારાનો ગુનો નાંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

હીરપરાવાડી, સુખડીયા વાડી સમાજની શેરીમાં પોલીસે દરોડો પાડીને ૯ મહિલાને રોકડ પપ,ર૦૦ સાથે પકડી પાડ્યા હતા.
યોગેશ્વરનગરમાં પોલીસે દરોડો પાડતા ૯ મહિલા રોકડ રૂા.૧પ૧૩૦ અને ટીંંબાવાડીના ભાગ્યલક્ષ્મી એપાર્ટમેન્ટમાં ૮ મહિલા રૂા. ૧૮ર૮૦ સાથે જુગાર રમતા ઝડપાઈ ગઈ હતી.

પોરબંદરના એસેસી કોલોની છાયાના નવાપરા અને નરસંગ ટેકરીના આંબેડકરનગર એમ ત્રણ જગ્યાએ પોલીસે દરોડા પાડીને રૂા.સવા લાખથી વધુના મુદ્દામાલ સાથે ૧૬ શખ્સને જુગાર રમતા પકડી પાડ્યા હતા.

ઘોઘલામાં જુગાર રમતા ૪ શખ્સને રોકડ રૂા.૧૦૭પ૦ સાથે પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તાલાલા તાલુકાના છેવાડે ગીરના જંગલની બોર્ડર પર આવેલા હિરણવેલ ગીર ગામની સીમમાં વૃંદાવન ફાર્મ હાઉસમાં ખેલાતા જુગાર પર પોલીસે છાપો માર્યો હતો. અહીંથી પોલીસે એક મહિલા સહિત ૭ ને રોકડા રૂા.૧.૬પ લાખ, મોબાઈલ, ર કાર સહિતના વાહનો મળી કુલ રૂા.૧૩.૮ર લાખના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા.

ગોકુલનગર, રામવાડી, મેઘપર, દિ.પ્લોટ, સિકકાના પાટીયા, ખરાવાડ પ્લોટ, અંધાશ્રમ કોલોની, બેડી ગેઈટ વગેરે વિસ્તારમાં જુગાર પર દરોડા પાડ્યા હતા. પોલીસે રૂા.૪૧૧૩૦ના મુદ્દામાલ સાથે ૪ર સામે જુગારધારા અન્વયે કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમ્યાન પ શખ્સ નાસી છુટવામાં સફળ રહ્યા હતા. પોલીસે વધુ શોધખોળ આદરી છે.

જામખંભાળીયા અને કલ્યાણપુર વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ પોલીસે દરોડો પાડીને રોકડ, મોબાઈલ મળી કુલ રૂા.૪૮,૬૦૦ ના મુદ્દામાલ સાથે ૧૮ને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડા દરમ્યાન ૩ શખ્સ નાસી જતાં પલીસે ત્રણેયને શોધવાની કવાયત આદરી છે. કૃષ્ણનગર વિસ્તારમાં રોહિદાસ ચોકમાં જુગાર રમતા અજય વિજય સોલંકી, રાકેશ, નિલેશ, મનસુખ ચૌહાણ, અંકિત હબીબ્લ વસાયા, ધનજી લાલજી મકવાણાને ઝડપી લઈ રૂા.૧૦,૩૮૦ની મત્તા કબજે કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.