Western Times News

Gujarati News

કતારમાં બ્યુટિશિયનની નોકરી અપાવીશ, કહી એજન્ટે યુવતીને ફસાવી

canada visa task force

પગાર સારો મળશે, આવી વાતો બનાવીને પિતા વિનાની યુવતીને ફસાવી

મુંબઈ, એજન્ટની ઠગાઈને કારણે જલંધરમાં રહેતી ગરીબ પરિવારની ૧૯ વર્ષીય એક યુવતીનું જીવન બરબાદ થઈ ગયું છે. આ યુવતીએ મુંબઈમાં લગભગ એક અઠવાડિયા સુધી પોલીસની અટકાયત હેઠળ રહેવુ પડ્યુ હતું. શુક્રવારના રોજ તેને જામીન મળ્યા છે.

યુવતીના વકીલ પ્રભાકર ત્રિપાઠીએ જણાવ્યું કે, આ યુવતીના પિતા નથી અને માતા લોકોના ઘરોમાં વાસણ માંજવાનું કામ કરે છે. ઘરમાં પૈસાની તંગી હોવાને કારણે માતાએ દીકરીને બ્યુટિશિયનનો કોર્સ કરાવ્યો. જલંધરના એક એજન્ટને જ્યારે યુવતીના પરિવાર વિષે જાણકારી મળી તો તેણે આ પરિવારનો સંપર્ક કર્યો.

એજન્ટે ઓફર આપી કે તેને કતારમાં બ્યુટિશિયનની નોકરી અપાવશે અને ત્યાં સારો પગાર પણ મળશે. જ્યારે ઘરના લોકો રાજી થઈ ગયા તો એજન્ટે તેમની પાસેથી લગભગ ૭૦ હજાર રુપિયા લીધા અને કહ્યું કે અમે વર્ક પરમિટ વિઝા અપાવી દઈશું. થોડા દિવસોમાં પાસપોર્ટ અને વિઝા પેપર પણ આપી દીધા. યુવતીને ટિકિટ આપીને કહ્યું કે ૨૮મી ઓગસ્ટના રોજ મુંબઈ પહોંચી જજે અને ત્યાંથી કતારની ફ્લાઈટ છે. જ્યારે યુવતીના પેપર્સ મુંબઈ એરપોર્ટ પર ચેક કરવામાં આવ્યા તો ઈમિગ્રેશનની ટીમને શંકા થઈ.

તેમણે જ્યારે વિઝા નંબર સિસ્ટમમાં નાખ્યો તો ખબર પડી કે તે વર્ક પરમિટ વિઝા છે અને યુવતીને એજન્ટે જે પેપર આપ્યા હતા તેમાં લખ્યુ હતું કે ફેમિલી વિઝા છે. એજન્ટે યુવતીને કહ્યુ હતું કે એરપોર્ટ પર કહેજે કે કતારમાં મારો ભાઈ રહે છે. જાે કે યુવતીને શંકા થઈ હતી કે જ્યારે અમે રકમ આપી છે તો પછી એજન્ટ આવુ કહેવાનું કેમ કહી રહ્યો છે. પરંતુ તેની પાસે કોઈ વિકલ્પ નહોતો. જ્યારે મુંબઈ એરપોર્ટ પર ઈમિગ્રેશનની ટીમે તેને કડકાઈથી પૂછપરછ કરી તો તેણે સાચી વાત જણાવી દીધી. તેની ધરપકડ કરવામાં આવી.

કોર્ટમાં તેના વકીલ પ્રભાકર ત્રિપાઠીએ જજને કહ્યું કે આમાં યુવતીનો કોઈ વાંક નથી. જજે આ દલીલો સાંભળીને જામીન આપી દીધા છે. કોર્ટમાં દલીલ દરમિયાન જાણવા મળ્યું કે એજન્ટે યુવતીનો ઈસીઆર પાસપોર્ટ બનાવ્યો હતો, જેનો અર્થ છે કે ઈમિગ્રેશન ચેકિંગ જરુરી છે. જે લોકો ભણેલા નથી હોતા અથવા તો ૧૦મું પણ પાસ ના કર્યું હોય તેવા લોકો માટે ઈસીઆર પાસપોર્ટ બને છે. જાે કે આ યુવતી ૧૦મું ધોરણ પાસ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.