Western Times News

Gujarati News

મઘ્યપ્રદેશમાં ‘હિંદુત્વ’ ના પાઠ ભણાવવામાં આવશે: શિક્ષણમંત્રી

ભોપાલ, મધ્ય પ્રદેશના શિક્ષણમંત્રી વિશ્વાસ સારંગે કહ્યું કે પ્રદેશમાં એમબીબીએસ સ્ટૂડેંટ્‌સને ફર્સ્‌ટ ઇયરના આધારિત સિલેબસ હેઠળ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સંસ્થાપક કેબી હેડગેવાર, ભારતીય જનસંઘના નેતા દીનદયાળ ઉપાધ્યાય, સ્વામી વિવેકાનંદ અને બીઆર આંબેડરકના સિદ્ધાંતો અને જીવન દર્શન વિશે ભણાવવામં આવશે.

સારંગે કહ્યું ‘આ પહેલનો ઉદ્દેશ્ય એમબીબીએસના વિદ્યાર્થીઓને સામાજિક અને નૈતિક મૂલ્ય શિખવાડવાનો છે. હેડગેવાર, ઉપાધ્યાય, સ્વામી વિવેકાનંદ સંઘના હિંદુત્વ પંથનો ભાગ છે, જે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી ના વૈચારિક તથા રાજકીય પરામર્શદાતાના રૂપમાં ગણવામાં આવે છે. એમબીબીએસ ફર્સ્‌ટ ઇયરના સ્ટૂડન્ટ આયુર્વેદના જનક મહર્ષિ ચરક અને શલ્ય ચિકિત્સાના જનકના રૂપમાં જાણિતા ભારતના મહાન ચિકિત્સાશાસ્ત્રી ઋષિ સુશ્રુત વિશે પણ ભણશે.

સારંગે કહ્યું ‘એમબીબીએસ (બેચલર ઓફ મેડિસિન, બેચલર ઓફ સર્જરી)ના પ્રથમ વર્ષના પાઠ્‌યક્રમમાં વિદ્યાર્થીઓને હેડગેવારજી, ઉપાધ્યાયજી, સ્વામી વિવેકાનંદજી, આંબેડકરજી અને અન્ય મહાન હસ્તીઓ વિશે વ્યાખ્યાન આપવામાં આવશે. આ મહાન હસ્તીઓના જીવન દર્શન પર આપવામાં આવેલા લેક્ચર વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો તથા સિદ્ધાંતોની સાથે-સાથે સામાજિક અને ચિકિત્સીય નૈતિકતાઓને જાગૃત કરશે. ‘એમબીબીએસ વિદ્યાર્થીઓ માટે આગામી શૈક્ષણિક સત્ર આ વર્ષના અંત સુધી શરૂ થવાની સંભાવના છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.