Western Times News

Gujarati News

મહારાષ્ટ્રના ૭ જિલ્લા ત્રીજી લહેરની આશંકા વધારી રહ્યા છે

મુંબઇ, મહારાષ્ટ્રમાં કોરોનામાં સામાન્ય વધારા બાદ એક વાર ફરી કોરોનાનો કેર વધ્યો છે. રવિવારે થયેલી સરકારની બેઠકમાં જણાવવામાં આવ્યું કે મહારાષ્ટ્રમાં ૭ જિલ્લા ચિંતાનું કારણ બનેલા છે. જ્યાં કોરોનાના સૌથી વધારે મામલા જાેવા મળી રહ્યા છે. જેમાં મુંબઈ, પૂણે, સાંગલી વગેરે સામેલ છે. થોડાક દિવસમાં શરુ થનારા ગણેશ ઉત્સવને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પૂણે સહિત રાજ્યના ૭ પશ્ચિમી જિલ્લાને ‘ચિંતાના ક્ષેત્ર’ કહેવામાં આવ્યા છે. સરકારને ડર છે કે કેસમાં વધારો ત્રીજી લહેરની એન્ટ્રી તો નથીને? ગત ૧૦ દિવસમાં મામલાની સંખ્યામાં કોઈ ઘટાડો જાેવા નથી મળ્યો. આ ઉપરાંત નવા સંક્રમણોમાં સામાન્ય ઉછાળો આવ્યો છે.
ડેટાથી ખબર પડે છે કે કે ભલે કેટલાક અઠવાડિયાથી તમામ જિલ્લામાં અઠવાડિક પોઝિટિવિટી રેટ ૫ ટકાની નીચે રહ્યો છે. પરંતુ આ

અઠવાડિયે પૂણે અને અહમદનગર જેવા કેટલાક જિલ્લામાં આ આંકડા ક્રમશઃ ૬.૫૮ ટકા અને ૫.૦૮ ટકા જાેવા મળ્યા છે. મુંબઈ પાછું એ ટોપ ૫ જિલ્લામાં સામેલ થઈ ગયું છે જ્યાં કોરોનાના સૌથી વધારે મામલા નોંધાયા છે.

રાજ્યના કુલ ૫૨, ૦૨૫ સક્રિય મામલામાંથી ૯૦.૬૨ ટકા મામલા ફક્ત ૧૦ જિલ્લામાંથી છે. જેમાંથી ૩૭,૮૯૭ અથવા ૭૨.૮૪ ટકા મામલા ફક્ત ૫ જિલ્લામાંથી સામે આવ્યા છે.

રાજ્ય સરકારે પૂણે, અહમદનગર, સાતારા, સોલાપુર, સાંગલી, રત્તનાગિરી અને સિંધુદુર્ગે ચિંતાના જિલ્લા કરા આપ્યા છે. વ્યાસે કહ્યું કે બાકીના ૧૭ જિલ્લામાં બીજી હાલમાં રોકાઈ ગઈ છે. જેમાંથી ૭ જિલ્લામાં ૧૦થી ઓછા સક્રિય રોગી છે. જ્યારે ૧૧માં સક્રિય રોગીઓની સંખ્યા ૧૧થી ૧૦૦ની વચ્ચે છે. જેમાંથી મોટા ભાગના જિલ્લા વિદર્ભ અને મરાઠાવાડમાં છે. સમ્મેલનમાં સીએમ ઠાકરેએ કહ્યું કે તેમની સરકારની પ્રાથમિકતા ત્રીજી લહેરને રોકવા તથા તેના હુમલાની તીવ્રતાને ઘટાડવાની છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.