Western Times News

Gujarati News

પોરબંદરની ચોપાટીના વિકાસ માટે પ વર્ષમાં વપરાયેલ રપ કરોડ પાણીમાં

File

રોડ પર તિરાડો, વીજપોલના ખુલ્લા બોક્ષથી વીજશોકનો ભય, કાટ ખાઈ ગયેલા લોખંડના દરવાજા જાેખમી, કોંગ્રેસ દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત

પોરબંદર, પોરબંદર નગરપાલિકાનું વહીવટી તંત્ર પ્રવાસન સ્થળોના વીકાસના ગાણા ગાય છે પરંતુ એ જ નિંભર તંત્ર નબળા વિકાસ કામો અને બેદરકારી સામે આંખ આડા કાન કરી રહ્યા છે. પોરબંદર શહેરની રમણીય ચોપાટીના વિકાસ કામમાં પાંચ વર્ષમાં વપરાયેલી રપ કરોડની રકમ પાણીમાં ગઈ હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.

પોરબદર શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ કારિયાએ તંત્રની પોલ ખોલતા જણાવ્યુ છે કે શહેરની રમણીય ચોપાટીને વિકસાવવા પાછળ છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે રપ કરોડ રૂપિયા જેટલી રકમ વપરાઈ હોવા છતાં ખાસ કોઈ વિકાસ જાેવા મળતો નથી. જાણે કે વિકાસ ગાંડો થયો છે. અહીં અનેકવિધ સમસ્યાઓ જાેવા મળી રહી છે. તેથી તેનો હલ કરવા માટે તંત્રએ પણ ગંભીર બનવુ જાેઈએ.

ચોપાટીના મુખ્ય રોડ ઉપર છેલ્લા સ્ટેજમાં ૧૩ કરોડના ખર્ચે નવીનીકરણ થયુ. તેમાં સૌથી વધુ રકમ સિમેન્ટ રોડ બનાવવા પાછળ વપરાય છે. પરંતુ એ રકમ વેડફાઈ ગઈ હોય એવું એટલા માટે જણાઈ રહ્યુ છે કે નબળી ગુણવતાવાળા કામને લીધે ચારેબાજુએ મસમોટી તિરાડ દેખાઈ રહી છે.

ચોપાટીના મુખ્ય રસ્તા અને ફૂટપાથ ઉપરની તિરાડો તંત્રની બેદરકારી છતી કરે છે. ચોપાટી પર વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા ન હોવાથી અહીં ચોમાસા દરમ્યાન ભરાઈ વરસાદી પાણીનો નિકાલ થતો નથી. ચોપાટી પરના અનેક વીજપોલના બોક્ષ ખુલ્લા છે.

જેથી ફરવા આવતા પ્રવાસીઓના જીવ પર જાેખમ રહેલું છે.જીનથી સ્મશાન તરફ જતો રસ્તો વાવાઝોડાને કારણે નીચેના ભાગથી ભાંગીને ભૂક્કો થઈ ગયો છે. ચોપાટી પર ફરવા આવતા લોકોને પીવાના પાણીની નિઃશુલ્ક સુવિધા મળે એવી કોઈ વ્યવસ્થા પણ ઉપલબ્ધ નથી.

એ તો ઠીક છે પણ શૌચાલય અને બાથરૂપ પણ અનેક વખત બધ હોય છે. જેથી આવનાર પ્રવાસીઓને બીચ પર અથવા ખૂણેખાંચરે લઘુશંકા કરતા હોય એવા દ્રષ્યો જાેવા મળે છે. રખડતા ભટકતા ઢોર અહીં આવી ચડે છે જેથી પ્રવાસીઓને પણ હેરાનગતિ વેઠવી પડી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.