Western Times News

Gujarati News

કાબુલની કમાન મુલ્લા મોહમ્મદ હસન અખુંદ સંભાળશે, મોટા માથાઓ સરકારમાં હશે

કાબુલ, અફઘાનિસ્તાન પર કબજાે કર્યા બાદ તાલિબાનોએ ઘણા વિચાર -વિમર્શ બાદ સરકારની રચનાને આખરી ઓપ આપ્યો છે. મીડિયાના અહેવાલો અનુસાર, તાલિબાને સરકારના અગ્રણી ચહેરાઓના નામ નક્કી કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિવાદોથી બચવા માટે, ઓછા જાણીતા ચહેરાને રાષ્ટ્રપતિ બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

એક ન્યૂઝ એજન્સી એ સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે મુલ્લા મોહમ્મદ હસન અખુંદને પ્રમુખ બનાવવામાં આવશે અને મુલ્લા બરદાર અને મુલ્લા અબ્દુસ સલામનબર બે અને ત્રણ સ્થાને રહેશે. અહેવાલ અનુસાર, હસન અખુંદનું નામ તાલિબાનના વડા મુલ્લા હેબતુલ્લા અખુંદઝાદાએ પ્રસ્તાવિત કર્યું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર સિરાજુદ્દીન હક્કાની નવા ગૃહમંત્રી બનશે અને રાજ્યપાલોની નિમણૂક કરશે. આ અહેવાલ મુજબ તાલિબાનના પકડાયા બાદ મીડિયા સાથે વાત કરનાર ઝબીઉલ્લા મુજાહિદ્દીન હસન અખુંદના પ્રવક્તા બનશે.

અહેવાલ મુજબ, હસન અખુંદ અત્યારે તાલિબાનના શક્તિશાળી સંગઠન, રેહબારી શુરા અથવા લીડરશીપ કાઉન્સિલના વડા છે, જે મહત્વપૂર્ણ ર્નિણયો લે છે. તે કંદહારનો રહેવાસી છે જ્યાંથી તાલિબાનનો જન્મ થયો હતો. તે તાલિબાનના સ્થાપકોમાંથી એક હોવાનું પણ કહેવાય છે.

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ હવે પાકિસ્તાન ખુલ્લામાં આવી ગયું છે. પાકિસ્તાન આઈએસઆઈના વડા હમીદ ફૈઝે પણ કાબુલની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત વાસ્તવમાં હક્કાની નેટવર્કનો સંપર્ક કરવા માટે હતી જેથી તાલિબાનોએ સત્તા સંભાળ્યા બાદ અફઘાન સેનાની ફરીથી રચના કરી શકાય. આ ઉપરાંત હમીદ મુલ્લા બારાદારને પણ મળ્યો હતો.

તાલિબાનના બળવાખોરોના છેલ્લા ગઢ એવા પંજશીર પર કબજાના દાવા બાદ હવે સમગ્ર અફઘાનિસ્તાન તાલિબાન દ્વારા નિયંત્રિત છે. તાલિબાને કહ્યું કે ટૂંક સમયમાં નવી સરકાર રચાશે. વહેલી સવારે તાલિબાનોએ પંજીશરમાં પ્રાંતીય ગવર્નર હાઉસ પર તાલિબાનનો ધ્વજ ફરકાવવાનો વીડિયો બહાર પાડ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે સમગ્ર પંજીશિર કબજે કર્યું છે.

તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે કહ્યું કે અફઘાનિસ્તાનના નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (દ્ગઇહ્લછ) ના વડા અહમદ મસૂદ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ પડોશી તાજિકિસ્તાન ભાગી ગયા છે. મસૂદે પોતાના ટિ્‌વટર સંદેશમાં કહ્યું છે કે તે સુરક્ષિત છે, પરંતુ અન્ય કોઈ વિગતો આપી નથી. મસૂદે કહ્યું કે તાલિબાનનો વિજયનો દાવો ખોટો છે અને અમારું યુદ્ધ ચાલુ છે. તેમણે લોકોને અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે બળવો કરવાની અપીલ કરી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાનોને પાકિસ્તાનની એરફોર્સ અને ડ્રોનથી પંજશીર પર અંકુશ મેળવવામાં ઘણી મદદ મળી. તાલિબાન લડવૈયાઓએ રાતોરાત પંજશીરના આઠ જિલ્લાઓ કબજે કર્યા. ઉલ્લેખનીય છે કે શનિવારે જ આઇએસઆઇ ચીફ ફૈઝ હમીદ કાબુલ પહોંચ્યો અને તાલિબાન સાથે ઓપરેશનમાં સામેલ થયો. રવિવારે ભારે બોમ્બ ધડાકા બાદ આખરે તાજબાન દ્વારા પંજશીર પર કબજાે કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાલેહ હવાઈ હુમલા બાદ તાજિકિસ્તાન ભાગી ગયા હોવાનું કહેવાય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.