Western Times News

Gujarati News

બીસીસીઆઇ ટીમના કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીથી નારાજ

મુંબઇ, ટીમ ઈન્ડિયાએ શાનદાર રીતે ઓવલ ટેસ્ટને જીતી, જાેકે બીસીસીઆઇ ટીમના કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીથી નારાજ છે. ગત સપ્તાહે શાસ્ત્રી અને વિરાટ લંડનમાં એક ભીડવાળી જગ્યાએ ગયા હતા. એ પછી રવિવારે શાસ્ત્રી કોરોના સંક્રમિત થયા છે.એક રિપોર્ટ મુજબ, શાસ્ત્રી અને કોહલી કેટલાક બીજા ટીમ મેમ્બર્સની સાથે બુક લોન્ચ ઈવેન્ટમાં ગયા હતા. બંને સ્ટેજ પર પણ ગયા હતા.

આ ઈવેન્ટમાં જવા માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ પાસેથી મંજૂરી પણ લેવામાં આવી નહોતી. જ્યારે ટીમ આ ઈવેન્ટમાં પહોંચી તો સમગ્ર રૂમ લોકોથી ભરેલો હતો. BCCI આ લાપરવાહીથી નારાજ છે, કારણ કે કોરોના મહામારી દરમિયાન આ પગલું ટીમના સ્વાસ્થ્ય અને સમગ્ર પ્રવાસને સંકટમાં મૂકી શકતું હતું.આ ઈવેન્ટના થોડા દિવસો પછી શાસ્ત્રીનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રવિવારે શાસ્ત્રીના નજીકના બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ શ્રીધર આવ્યા હતા. સોમવારે તેમનો ટેસ્ટ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. ટીમના ફિઝિયો નીતિન પટેલ હાલ પણ આઈસોલેશનમાં છે.

સોશિયલ મીડિયા પર આવેલા આ ઈવેન્ટના ફોટોઝ બીસીસીઆઇની સાથે શેર કરવામાં આવ્યા છે. બોર્ડ આ મામલની તપાસ કરશે તથા શાસ્ત્રી-કોહલી પાસેથી જવાબ માગવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઘટનાથી બોર્ડ શરમજનક સ્થિતિમાં મુકાયું છે. આ મામલામાં બોર્ડ ટીમના એડમિનિસ્ટ્રેટિવ મેનેજર ગિરીશ ડોંગરેના રોલની તપાસ કરી રહ્યું છે.બીસીસીઆઇ હવે ઈંગ્લિશ ક્રિકેટ બોર્ડની સાથે સતત સંપર્કમાં છે અને તે ભરોસો અપાવવાની કોશિશ કરી રહ્યું છે કે આગળ જતાં આવી ઘટના બનશે નહિ.

જાેકે આ ઘટના પછી હવે મેન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ અને ટીમ ઈન્ડિયાએ સખત નિયમોનો સામનો કરવો પડશે. સૂત્રોએ જણાવ્યું હતું કે મેન્ચેસ્ટરમાં બાયોબબલ ખૂબ જ સખત રહેશે. આ ટેસ્ટના ૫ દિવસ પછી આઇપીએલ પણ શરૂ થઈ રહી છે અને ેંછઈમાં થનારી આ ટૂર્નામેન્ટમાં પણ પ્લેયર્સ બાયોબબલમાં જશે નહિ.

સૂત્રોએ જણાવ્યું હતું કે ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલાં સેક્રેટરી જય શાહે તમામ ટીમ મેમ્બર્સને પત્ર લખ્યો હતો. એમાં ભીડવાળી ઈવેન્ટથી બચવા અને સાવધાની રાખવા જણાવવામાં આવ્યું હતું. આમ પણ આ ઓફિશિયલ ઈવેન્ટ નહોતી. આ બીસીસીઆઇ કે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની ઈવેન્ટ નહોતી. અધિકારીઓનું માનવું છે કે આ ઈવેન્ટથી બચી શકાતું નહોતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.