Western Times News

Gujarati News

શિક્ષકોને ૮ કલાક ડ્યુટીનો પરિપત્ર આખરે રદ્દ કરાયો

प्रतिकात्मक

અમદાવાદ, રાજ્યમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણને લઈ શિક્ષકોના વિરોધનો મુદ્દો હજુ શાંત થયો નથી ત્યાં હવે ૬ની જગ્યાએ ૮ કલાકનો મુદ્દો વિવાદનું કેન્દ્ર બન્યો છે. ફરી એકવાર શિક્ષકો આંદોલનના માર્ગે હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. અને હવે શિક્ષકોના આ વિરોધમાં પાટણના ધારાસભ્યએ પણ જંપલાવ્યું છે. અને ધારાસભ્ય કિરીટ પટેલએ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાને પત્ર લખી શિક્ષકો નો સમયમાં ઘટાડો કરવા માંગ કરી છે નહિ તો શિક્ષકો સાથે રહી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

પાટણના ધારાસભ્યએ પત્રમાં લખ્યું વર્ષોથી શિક્ષકો માટે વર્ષોથી નિર્ધારિત કરેલો સમય એકાએક વધારી દેવાનું કારણ મને સમજાતું નથી. રાજ્યના અન્ય સરકારી ઓફીસના કર્મચારીઓનો સમય ૧૧.૦૦થી ૫.૦૦ હોય ત્યારે શિક્ષકોનો સમય ૯.૩૦થી ૫.૩૦ અને સવારની સ્કૂલના શિક્ષકોનો સમય ૭.૩૦થી ૩.૩૦ કરેલ છે. જાેકે, સરકારે આ મામલે યૂ-ટર્ન લીધો છે.

શિક્ષણમંત્રીએ આ મામલે જણાવ્યું છે કે શિક્ષકોએ હવે ૬ કલાક જ કામ કરવાનું રહેશે. અગાઉ આ મામલે પાટણના ધારાસભ્ય મેદાને આવ્યા હતા. ધારાસભ્યે શિક્ષણ મંત્રીને સવાલ પૂછ્યા છે કે જે શાળાઓમાં બે પાળી ચાલતી હોય તે શાળામાં શિક્ષણ કાર્ય કઈ રીતે થશે તે પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ઉપરોક્ત બાબત ગંભીરતાથી લઈ અને શિક્ષકોનો સમય પુનઃ અગાઉ હતો એ પ્રમાણે કરવા વિનંતી છે.

જાે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છુટકે શિક્ષકોને સાથે રાખીને આંદોલન કરવાની ફરજ પડશે. રાજ્યના પ્રાથમિક શિક્ષકોનો ૬ કલાકનો સમય બદલી ૮ કલાકનો શિક્ષણ નિયામક દ્વારા કરવામાં આવ્યો છે. સમય વધારા અંગે શિક્ષકોમાં તો વિરોધ જાેવા મળ્યો જ છે. રાજ્ય શૈક્ષીક મહાસંઘએ તો અને અમદાવાદ સ્કૂલબોર્ડ શિક્ષક યુનિયનએ તો આ મામલે વિરોધ નોંધાવ્યો જ છે. સાથે હવે આ વિરોધ રાજકીય રંગ પકડી રહ્યો છે.

શિક્ષકઓ ના આ વિરોધને પાટણના ધારાસભ્યએ પણ સમર્થન આપ્યું છે. ધારાસભ્ય કિરીટ પટેલએ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાને પત્ર લખી શિક્ષકો નો સમય માં ઘટાડો કરવા માંગ કરી છે જાે આમ કરવામાં નહિ આવે તો શિક્ષકોને સાથે રાખી આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રચાર મંત્રી રાકેશભાઈ ઠાકરએ જણાવ્યું કે ગાંધીનગરમાં રાજ્યની શિક્ષિકા બહેનો મોટી સંખ્યામાં સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને પ્રાથમિક શાળાના સમય બાબતે ૮ કલાકની જગ્યાએ એ પૂર્વવત ૬ કલાક યથાવત સમય રાખવા માટે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને આવેદનપત્ર આપવામાં આવ્યુ.

આઈટીઆઈ અંતર્ગત છ કલાકની શાળા સમયમાં ધોરણ ૧થી૫માં ૮૦૦ કલાક અને ૬ થી ૮ માં ૧૦૦૦ કલાક પૂર્ણ થઈ જાય છે એક્ટમાં કલાકનો ઉલ્લેખ છે આઠ કલાકનો નહીં અને કલાકો જુના સમય પ્રમાણે થઈ પણ જાય છે. તો અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના શિક્ષક યુનિયનના આગેવાનોએ જણાવ્યું કે હવે કોર્પોરેશનએ પણ ૮ કલાકના પરિપત્રનો અમલ કર્યો છે જેનો વિરોધ છે અને અમદાવાદની મહિલા શિક્ષકો પણ હવે વિરોધ પ્રદર્શિત કરી શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપશે.

મહત્વનું છે કે હાલમાં જ શિક્ષક સજ્જતા સર્વેક્ષણને લઈ વિરોધ નોંધાવ્યો હતો અને પરીક્ષા નો બહિષ્કાર કરી આંદોલન સફળ બનાવ્યું હતું. ત્યારએ હવે ફરી નવા વિવાદને પગલે નવા આંદોલન ના માર્ગે શિક્ષકો ચઢ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.