Western Times News

Gujarati News

ભેજાબાજોએ વેપારીને ૧પ લાખમાં સૈજપુરનું સરકારી તળાવ વેચી માર્યું

Files Photo

સ્થાનિક નાગરીક દ્વારા હકીકત જાણ્યા બાદ વાસણામાં છેતરપીંડીની ફરીયાદ નોંધાઈ

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના વાસણા પોલીસ સ્ટેશનના ચોપડે એક છેતરપીંડીનો ગુનો નોંધાયો છે જેમાં વાસણામાં રહેતા બે ભેજાબાજાેએ સૈજપુરમાં આવેલું સરકારી તળાવ એક વ્યક્તિને રૂપિયા ૧પ લાખમાં વેચી નાખ્યું હતું લોકડાઉનનો સમય પુરો થયા બાદ વ્યક્તિ ત્યાં પહોચતા સમગ્ર કાંડની તેમને જાણ થઈ હતી.

આ અંગેની વિગત એવી છે કે વિશાલ મહમદ હનીફ સમા (અહમદ હુસેનની ચાલી, દુધેશ્વર) ગાડી લે-વેચનો ધંધો કરે છે તેમને ગાડીના ધંધા માટે ગોડાઉનની જરૂરત હોવાથી ત્રણ વર્ષ અગાઉ જગ્યાની શોધમાં હતા અને દરમિયાન તેમને મુકેશ જકશી ભરવાડ (ભરવાડવાસ, સેજપુર, ગોપાલપુર) વાસણા એપીએમસી માર્કેટ નજીક મળ્યા હતા અને પોતાના સંબંધી ચિરાગ નાકુભાઈ ભરવાડ (શક્તિનગર, ગુપ્તાનગર, વાસણા) પાસે ગોડાઉન બને તેવા ખુલ્લા પ્લોટો સેજપુરમાં વેચવાના છે તેમ કહયુ હતું.

બાદમાં ચિરાગ સાથે મુલાકાત કરાવી બંને સૈજપુર ગોપાલપુરમાં આવેલી જગ્યા જાેવા વિશાલભાઈને લઈ ગયા હતા પ્રથમ સાડા સત્તર લાખ રૂપિયા માંગ્યા બાદ છેવટે પંદર લાખ રૂપિયામાં ડીલ નકકી થતાં વિશાલભાઈએ ટુકડે ટુકડે તે ચુકવી આપ્યા હતા બાદમાં બંને ભેજાબાજાેએ જમીનનો ગામતળમાં સમાવેશ થયો હોવાથી આકારણી થઈ જાય પછી દસ્તાવેજ કરી આપવાનું કહયું હતું.

એ પછી કોવીડ મહામારી આવ્યા બાદ લોકડાઉન પુરૂ થતાં વિશાલભાઈ જમીન જાેવા જતાં સ્થાનિક નાગરીકે જમીન સરકારી તળાવની હોવાનું કહયુ હતું જે રેવન્યુ રેકોર્ડ તપાસતા સાચુ નીકળ્યું હતું. બીજી તરફ મુકેશ પોતે પણ એ જમીન પર ગેરકાયદેસર રીતે ગેરેજ ચલાવતો હોવાનું જાણવા મળ્યા બાદ વિશાલભાઈએ વાસણા પોલીસ સ્ટેશનમાં મુકેશ અને ચિરાગ વિરુધ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.