Western Times News

Gujarati News

ભારત અફઘાનિસ્તાનમાં એક એવી વ્યવસ્થાનું આહ્વાન કરે છે જેમાં તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ હોય

નવીદિલ્હી, અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ પેદા થયેલા હાલાત અંગે ભારતે ફરીથી એકવાર ચિંતા વ્યક્ત કરી છે અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં આ મુદ્દાને ઉઠાવ્યો છે. ેંદ્ગજીઝ્ર માં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં હાલાત હજુ પણ નાજુક બનેલા છે.

ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે અફઘાનિસ્તાનના પાડોશી અને લોકોના મિત્ર હોવાના કારણે હાલની સ્થિતિ અમારા માટે સીધી ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે ભારત અફઘાનિસ્તાનમાં એક એવી વ્યવસ્થાનું આહ્વાન કરે છે જેમાં તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ હોય. એક એવી સરકાર હોય જેને આંતરરાષ્ટ્રીય સ્વિકૃતિ અને માન્યતા મળે.

કાબુલ હુમલાનો ઉલ્લેખ કરતા ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે ગત મહિને એક નિંદનીય હુમલો જાેવા મળ્યો. આતંકવાદ અફઘાનિસ્તાન માટે એક ગંભીર જાેખમ બનેલો છે. આ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ મામલે કરાયેલી પ્રતિબદ્ધતાઓનું સન્માન થવું જાેઈએ અને તેનું પાલન થવું જાેઈએ. તેમણે કહ્યું કે અમે તે નિવેદન ઉપર પણ ધ્યાન આપ્યું કે અફઘાન લોકો કોઈ પણ વિધ્ન વગર વિદેશ મુસાફરી કરી શકશે. અમને આશા છે કે આ પ્રતિબદ્ધતાઓનું પાલન કરાશે. જેમાં અફઘાનો અને તમામ વિદેશી નાગરિકોને અફઘાનિસ્તાનથી સેફ પેસેજ આપવાની વાત સામેલ છે.

ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે અફઘાન લોકોના ભવિષ્યની સાથે સાથે છેલ્લા બે દાયકામાં મેળવેલા લાભોને જાળવી રાખવા અને નિર્માણ કરવા અંગે અનિશ્ચિતતાઓ ખુબ વધુ છે. અમે અફઘાન મહિલાઓનો અવાજ સાંભળવાની જરૂરિયાતને ફરી દોહરાવીએ છીએ. અફઘાન બાળકોની આકાંક્ષાઓને સાકાર કરવા, અલ્પસંખ્યકોના અધિકારોની રક્ષા કરવા અને માનવીય સહાયતા તત્કાળ પ્રદાન કરવાનું અમે આહ્વાન કરીએ છીએ અને આ મામલે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય એજન્સીઓને નિર્વિધ્ન પહોંચ પ્રદાન કરવાની જરૂરિયાતને રેખાંકિત કરીએ છીએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.