Western Times News

Gujarati News

દિગ્વિજય સિંહે આરએસએસના વિચારોની સરખામણી તાલિબાન સાથે કરી

નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન બાદથી ભારતમાં સતત ચર્ચા જારી છે. અંતરિમ સરકાર બન્યા બાદ તાલિબાને હાલમાં જ એક નિવેદન આપ્યું કે મહિલા મંત્રી ન બની શકે. હવે આ નિવેદનના બહાને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર હુમલો કર્યો છે.

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહએ શુક્રવારે સવારે એક ટ્‌વીટ કરી. જેમાં તેમને લખ્યું હતુ કે તાલિબાન કહે છે કે મહિલાઓ મંત્રી બનાવવા લાયક નથી. મોહન ભાગવત કહે છે કે મહિલાઓએ ઘર પર જ ગૃહસ્થી ચલાવવી જાેઈએ. શું વિચારોમાં સમાનતા છે? દિગ્વિજય સિંહે સવાલ કર્યા છે કે શું આરએસએસ અને તાલિબાની મહિલાઓને લઈને એક જેવા વિચાર છે?

હકિકતે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતનું એક જૂનું નિવેદન શેર કર્યું છે. આ ૨૦૧૩નું નિવેદન છે. જેમાં મોહન ભાગવતનું કહેવું હતું કે પતિ-પત્નીની વચ્ચે લગ્ન એક સમજૂતિ છે. જેમાં પત્ની ઘરની દેખરેખ અને બાકી વસ્તુઓનું ધ્યાન રાખે છે. જ્યારે પતિ કામકાજ અને મહિલાની સુરક્ષાની જવાબદારી સંભાળવાનું છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પણ ભારત સરકારને અફઘાનિસ્તાનને લઈને નીતિ સ્પષ્ટ કરવાની માંગ કરી હતી. દિગ્વિજય સિંહે ટ્‌વીટ કરી લખ્યુ હતુ. મોદી શાહ સરકારે હવે સ્પષ્ટ કરવાનું રહેશે કે જે તાલિબાન સરકારમાં જાહેર આતંકવાદી સંગઠનના સભ્ય તથા ઈનામ જાહેર આતંકવાદી મંત્રી છે. અને શું ભારત માન્યતા આપશે? નોંધનીય છે કે તાલિબાને કહ્યું કે મહિલાઓને કેબિનેટમાં હોવાની જરુર નથી. તેમણે બાળકો પેદા કરવા જાેઈએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.