Western Times News

Gujarati News

એક તરફી પ્રેમીએ રસ્તામાં રોકીને ‘ક્યાં ફરવા જાય છે ?’ કહીને ચપ્પા વડે હુમલો કર્યાે

પ્રતિકાત્મક

યુવકને પોતાના જન્મદિવસે યુવતી સાથે ફરવા જતાં માર ખાવાનો વારો આવ્યો

અમદાવાદ, સિંધુ ભવન રોડ પર યુવકને પોતાના જન્મદિવસ પર યુવતી સાથે ફરવા જવું ભારે પડ્યું છે. કારણ કે એકતરફી પ્રેમીએ યુવકને રસ્તામાં રોકીને ગડદાપાટુંનો માર મારીને ચપ્પા વડે હુમલો કર્યાે હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
નારણપુરાના કલ્પતરુ ફ્લેટમાં રહેતા ધ્રુવ પટેલે કૃણાલ ઠાકોર અને આકાશ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ધ્રુવ ઉસ્માનપુરા એરોમા કોલેજમાં બી કોમના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે.

ગઈ કાલે ધ્રુવનો જન્મદિવસ હોવાથી રાત્રીના સમયે તેની મિત્રને લઈને હોટેલ કેલ્સમાં જમવા માટે ગયો હતો. જમીને ધ્રુવ તેની મિત્ર સાથે સિંધુ ભવન તરફ ફરવા માટે ગયો હતો. અગિયાર વાગ્યાની આસપાસ સિંધુ ભવન રોડ પર પાછળથી એક સ્વિટ કારે ઓવરટેક કરીને ધ્રુવની કારની ઈશારો કરીને સાઈડમાં ઊભી રખાવી હતી.

કાર સાઈડમાં ઊભી રહી ત્યારે સ્વિફ્ટ કારમાં ધ્રુવની મિત્ર ક્રિનલ શાહનો મિત્ર કૃણાલ ઠાકોર અને આકાશ વાઘેલા હતા. ધ્રુવ બંનેને ઓળખતો હતો. આ સમયે કૃણાલ ઠાકોરના અન્ય બે મિત્રો કેવલ રબારી અને ઋતુ રબારી પણ આવી ગયા હતા.

કૃણાલે ધ્રુવને કહ્યું કે તમે અત્યારે ક્યાં જાવ છો આમ કહીને ફેંટ પકડીને બે ત્રણ ઝાપટ મારી દીધી હતી. કૃણાલના મિત્રાએે ધ્રુવને ગડદાપાટુંનો માર માર્યાે હતો. દરમિયાનમાં ક્રિનલે ધ્રુવને છોડવતાં તેઓ ત્યાંથી જતા રહ્યા હતાં.

ધ્રુવે આ બાબતે ક્રિનલને પૂછ્યું તો તેણીએ કહ્યું કે કૃણાલ મને એકતરફી પ્રેમ કરે છે. હું તારી સાથે ફરું છું. તે તેથી આવું વર્તન કરે છે. ધ્રુવ ક્રિનલને મૂકવા માટે તેના ઘરે ગયો હતો. ક્રિનલે તેના ભાઈને ઘરની બહાર બોલાવી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આ સમયે કૃણાલે એક્ટિવા પર આવીને ધ્રુવને કહ્યું કે તું કેમ ક્રિનલ સાથે ફરે છે.

આમ કહીને ચપ્પાનો ઘા ઝીંકી દીધો હતો. ક્રિનલનો ભાઈ વચ્ચે પડતાં કૃણાલ નાસી ગયો હતો. ધ્રુવને લોહી નીકળતાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બે યુવક વિરૂદ્ધ ધ્રુવે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.