Western Times News

Gujarati News

પૈસાની લેતી-દેતીમાં મિત્રે વકીલને ઊંચો કરીને રોડ પર પછડાતાં ફેક્ચર થયું

અમદાવાદ, શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં પૈસાની લેતી દેતી બાબતે મિત્રે વકીલને માર મારીને તેને ઉંચો કરીને રોડ પર પછાડ્યો હતો. જેથી સારવાર દરમિયાન વકીલને હાથમાં ફેક્ચર જાેવા મળ્યું હતું.

નયનનગર પાયલ પાર્કમાં રહેતા અંકિત પંડ્યાએ મિત્ર મિતેશ રાવલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. છેલ્લાં બે વર્ષથી મીરજાપુર ગ્રામ્ય કોર્ટમાં વકીલ તરીકે ફરજ બજાવે છે. આજથી છ મહિના અગાઉ નારણપુરામાં રહેતા અને કોલેજકાળના મિત્ર મિતેશ રાવલે લિવ ઈન રિલેશનશિપના કરારનું કામ કરાવ્યું હતું. તે મિત્ર હોવાથી પૈસા પછી આપવાની વાત થઈ હતી.

જાેકે તેણે આ સિવાય પણ બે ત્રણ કામ અંકિત પાસે કરાવ્યાં હતાં. પૈસા આપવા બાબતે તે વાયદો કરતો હતો. જેથી બંને વચ્ચે મન દુઃખ ચાલતું હતંુ. ગુરુવારે મિતેશે અંકિતને મેમ્કો પાસે મળવા બોલાવ્યો હતો. અંકિતે ત્યાં પહોંચીને મિતેશને કહ્યું કે તું રોજ મારી પાસે કેમ પૈસા માંગે છે ? પૈસા નહીં મળે આમ કહીને ઝઘડો કરી ગાળો બોલવા લાગ્યો હતો.

અંકિતે ગાળો બોલવાની ના ાડતાં તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. જાેત જાેતામાં મિતેશે અંકિતને ગડદાપાટુંનો માર મારીને તેને ઊંચો કરીને રોડ પર પછાડ્યો હતો. અંકિતને રોડ પર પછાડતાં ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ મિતેશ એક્ટિવા લઈને નાસી ગયો હતો. જ્યારે અંકિતને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંકિતને હાથમાં ફેક્ચર જણાયું હતું. જેથી અંકિતે મિત્ર વિરૂદ્ધ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.