Western Times News

Gujarati News

તાલિબાનનો ઉદય ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ મોટી ચિંતાનો વિષય: રાજનાથ સિંહ

નવીદિલ્હી, તાલિબાનનો ઉદય ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ મોટી ચિંતાનો વિષય છે. ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ વાત ઓસ્ટ્રેલિયાના રક્ષા મંત્રી પીટર ડટને કહી હતી. હકીકતમાં, તાલિબાનની મદદથી અફઘાનિસ્તાનમાં બેઝ બનાવી અન્ય ઘણા આતંકવાદી સંગઠનો આ ક્ષેત્રમાં શાંતિ માટે ખતરો બની શકે છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે એમ પણ કહ્યું હતું કે, અફઘાન ક્ષેત્રનો ઉપયોગ કોઈ અન્ય દેશ પર હુમલો કરવા કે ધમકી આપવા માટે થવો જાેઈએ નહીં. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે અફઘાનિસ્તાન પર યુએન સિક્યોરિટી કાઉન્સિલ રિઝોલ્યૂશન ૨૫૯૩ ને લાગુ કરે.

તમને જણાવી દઈએ કે ભારતીય ડેલિગેશને આ વાત પર પણ ચિંતા વ્યક્ત કરી હતી કે તાલિબાનની વધતી તાકાત જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ માટે ખતરો બની શકે છે. એવી સંભાવના છે કે અફઘાન ભૂમિમાંથી ઉદ્ભવતા તાલિબાન આતંકનો ખતરો અહીં પહોંચી શકે છે.

આ વચ્ચે બ્રિટનની ગુપ્તચર એજન્સી એમઆઇ-૫ ના મુખ કેન મેક્કલમે કહ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ફરી ૯/૧૧ જેવો હુમલો થઈ શકે છે. અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજાે આતંકવાદીઓનું મનોબળ વધારશે અને તેનો અર્થ એ કે ૯/૧૧ જેવા આતંકવાદી હુમલાનો ભય રહે છે.

ઉલ્લેખનીય છે કે, આજે (શનિવારે) ૯/૧૧ હુમલાની ૨૦ મી વરસી છે. આ પ્રસંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બિડેને એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. તેમના સંદેશમાં તેમણે ૧૧ સપ્ટેમ્બરના હુમલામાં જીવ ગુમાવનારાઓને યાદ કર્યા હતા. આ સાથે, રાષ્ટ્રપતિ જાે બિડેને પોલીસકર્મીઓ અને ફાયર બ્રિગેડ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ પણ આપી હતી જેમણે લોકોને બચાવતા જીવ ગુમાવ્યો હતો.

પોતાના સંદેશમાં જાે બિડેને કહ્યું કે ભલે ગમે તેટલો સમય પસાર થઈ ગયો હોય, પરંતુ આ વરસી તે દિવસોની પીડાદાયક યાદોને પાછી લાવે છે, જાણે કે સમાચાર માત્ર થોડી સેકંડ પહેલા પ્રાપ્ત થયા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.