ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં એક પણ મુખ્યમંત્રી ૫ વર્ષની ટર્મ પુરી કરી શક્યા નથી

ગાંધીનગર, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતમાં ભાજપને સત્તા ટકાવી રાખવા ફાફા પડી રહ્યા છે. પહેલા પાટીદાર આંદોલન અને હવે કોરોનાએ ગુજરાત ભાજપની ઉંઘ હરામ કરી છે. આ પહેલા આનંદીબેન પટેલને પાટીદાર આંદોલનના કારણે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવુ પડ્યુ હતુ અને હવે કોરોનામાં સરકારની કામગીરીની પોલ ખુલી જતા વિજય રૂપાણીએ રાજીનામું આપવુ પડ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં એક પણ મુખ્યમંત્રી ૫ વર્ષની ટર્મ પુરી કરી શખ્યા નથી.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા ગુજરાતની જવાબદારી આનંદીબેન પટેલના હાથમાં આવી હતી. આનંદીબેનના શરૂઆતના સમયમાં એક સારા મુખ્યમંત્રી તરીકે ગણતરી થઈ પરંતુ પાટીદાર આંદોલને ખુરસી છીનવી લીધી. પાટીદાર અનામન આંદોલન બાદ પાટીદારોની નારાજગીન કારણે આનંદીબેન પટેલને રાજીનામું આપવું પડયુ. આનંદીબેન પટેલ ૨૨ મેં ૨૦૧૪ થી ૭ ઓગસ્ટ ૨૦૧૬ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યાં. સવા બે વર્ષમાં જ તેમને રાજીનામું આપવું પડ્યું.
આનંદીબેનના રાજીનામાં બાદ આ જવાબદારી વિજય રૂપાણીને આપવામાં આવી. વિજય રૂપાણી માટે મુખ્યમંત્રી પદની જવાબદારી સરપ્રાઈઝ સમાન હતી. ગુજરાતમાં તેનાથી મોટા નામ ચર્ચામાં હતા ત્યારે પાર્ટીએ વિજય રૂપાણીના નામની જાહેરાત કરી તમામને ચોકાવી દીધા. જાે કે વિજય રૂપાણીએ ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ ફરીથી મુખ્યમંત્રી પદ સંભાળ્યુ.
પરંતું નબળુ નેતૃત્વ અને કોરોનામાં સરકારની નબળી કામગીરી બાદ વિજય રૂપાણીએ પણ મુખ્યમંત્રી ગુમાવવાનો વારો આવ્યો. વિજય રૂપાણી ૭ ઓગસ્ટ ૨૦૧૬ થી ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી મુખ્યમંત્રી પદે રહ્યાં.જાે કે નરેન્દ્ર મોદી પણ તેમની છેલ્લી ટર્મ નહોંતી પુરી કરી શક્યા, પરંતું તે કેન્દ્રમાં વડાપ્રધાન થઈને જતા આ જગ્યા ખાલી થઈ હતી. તેની પાછળ કોઈ અન્ય કારણ ન હતું.HS