Western Times News

Gujarati News

યુપી સાથે ફેબ્રુઆરીમાં ગુજરાત ચૂંટણી યોજાવાના ભણકારા

ગાંધીનગર, ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. મુખ્યમંત્રી વિજયરૂપાણીએ ઓચિંતા રાજીનામું આપ્યા પછી આગામી સીએમ કોણ તેની ચર્ચા ચાલી રહી છે. પરંતુ ભાજના અંતરંત સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાની બીજી લહેરમાં લોકોમાં ભાજપ તરફની નફરત જાેતાં અને ગુજરાતમાં આગામી સમયમાં આપના પગલાં થયાં છે અને આપ જે રીતે ગુજરાત રાજકારણમાં પ્રવેશ કરવા માટે થનગની રહી છે તે જાેતાં હાલમાં ટૂંક સમયમાં જાે ચૂંટણી યોજાય તો ભાજપને કોઈ વાંધો ના આવે તેવી ગણતરી કરાઈ છે.

ગુજરાતની વિજયરૂપાણીની સંવેદનશીલ સરકારની મુદત આગામી નવેમ્બર ૨૦૨૨માં પૂરી થાય છે. કોંગ્રેસ સંગઠનમાં સંકલનનો અભાવ છે. આંતરિક લડાઈમાંથી ઊંચી વી નથી એવી સ્થિતિમાં જાે ટુંકા સમયમાં જાે ચૂંટણી યોજાય તો પીએમ મોદીના કાર્યક્ષેત્ર ગુજરાતમાં કોઈ વાંધો ના આવે. આપ અને કોંગ્રેસને તૈયારીઓનો વધુ સમય આપ્યા વિના ભાજપ દ્વારા અંદરખાને આગામી ફેબ્રુઆરી-૨૦૨૨માં જ ઉત્તર પ્રદેશ સાથે ગુજરાતની પણ ચુંટણી યોજી નાખવા તૈયારી ચાલી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે.

આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ઝડપથી આગળ વધી રહી છે. આપમાં હજુ કોઈ મોટો ચહેરો નથી જેના સહારે ચૂંટણી લડી શકે.

પરંતુ જાે વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર માં સમયસર યોજવામાં આવે તો આપ ગુજરાતમાં ફરી વળીને જાે મજબૂત સંગઠન બનાવી દે તો ભાજપાને ગુજરાતમા ધારી બેઠકો મેળવવામાં મુશ્કેલી પડે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ બે મુકાબલે લડાઈ લડવી પડે તે પોષાય નહીં. ગુજરાત ભાજપ સિવાય હાલ અન્ય પક્ષો મજબૂત નથી એવામાં જાે ઉત્તર પ્રદેશની ફેબ્રુઆરીમાં યોજાનાર ચૂંટણી સાથે જ ગુજરાતની ચૂંટણી થાય તો ભાજપાને ૧૫૦થી વધુ બેઠકો મળી શકે તેવી ભાજપાની ગણતરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers