Western Times News

Gujarati News

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા બે દિગ્ગજ નેતાએ ભાજપનો સાથ છોડ્યો

ગાંધીનગર, રાજ્યમાં ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અલગ-અલગ રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પણ જાહેર થઈ છે અને આગામી દિવસોમાં ચૂંટણીનું મતદાન થવાનું છે. તેવા સમયે જ ભાજપના બે આગેવાનો એ પોતાનું રાજીનામું ધરી દીધું છે. ભાજપના બે આગેવાનોના રાજીનામાને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

રાજીનામું આપનાર ભાજપના નેતામાં કિસાન મોરચાના મંત્રી અને વિજયસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે. વિજયસિંહ વાઘેલાએ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીનામું આપતાં જણાવ્યું હતું કે હું, વાઘેલા વિજયસિંહ રણજીતસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી તેમજ સક્રિય સભ્ય પદેથી આજદિનથી સ્વેચ્છા પૂર્વક રાજીનામું આપી રહ્યો છું. તો મહેરબાની કરી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ હોદ્દેદારો અથવા સક્રિય કાર્યકરે મને સોશિયલ મીડિયા કે, ફોનમાં ભારતીય જનતા પાર્ટીના મેસેજ કરવા નહીં.

આ ઉપરાંત કિસાન મોરચાના મંત્રી ગિરીશ કાનસિંહ વાઘેલાએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીનામું આપતાં લખ્યું હતું કે, હું ગિરીશ કાનસિંહ વાઘેલા આજરોજથી પેથાપુર ભાજપ કિસાન મોરચાના મંત્રી પદેથી રાજીનામું આપું છું. તો મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પ્રકારના કામ માટે મારો સંપર્ક કરવો નહીં.

એક તરફ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ગાંધીનગરની ચૂંટણી સમયે જ ભાજપના ગઢમાં ગાબડું પડતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પેથાપુરના પૂર્વ સરપંચ અને નગરપાલિકાના બે વખત પ્રમુખ રહી ચુકેલા રણજીતસિંહ વાઘેલાના પુત્ર વિજયસિંહ વાઘેલા અને ભાજપના કિસાન મોરચાના મંત્રી ગિરીશસિંહ વાઘેલાએ ભાજપને રામ રામ કરતા ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે. ત્યારે હવે એ જાેવાનું રહે છે કે, ભાજપના આ બન્ને દિગ્ગજ આગેવાનો આગામી દિવસોમાં કયા પક્ષ સાથે જાેડાય છે. આ બંને નેતાના રાજીનામાં બાદ અન્ય કાર્યકર્તાઓ પણ રાજીનામાં ધરે તો નવી નહીં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.