Western Times News

Latest News from Gujarat India

પ્રેમિકાના પતિએ ધમકી આપતા પ્રેમી પોલીસના શરણે

અમદાવાદ, અમદાવાદ શહેરના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરિણીત પ્રેમિકાના પતિએ માર મારી ધમકી આપતા પ્રેમી પોલીસના શરણે પહોંચ્યો હતો. ઘટનાની વિગતો એવી છે કે, શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા ૨૦ વર્ષીય યુવાનને તેની નજીકમાં રહેતી પરિણીતા સાથે પ્રેમ થઈ ગયો હતો તો સામે પરિણીતા પણ તેના પ્રેમમાં પડી હતી.

આ અંગે પરિણીતાના પતિને જાણ થતાં તેણે યુવકને બોલાવી માર માર્યો હતો અને બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે સોલા હાઈકોર્ટ પોલીસમાં પ્રેમિકા અને તેના પતિ સામે ફરિયાદ નોંધાવતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં યુવકે નોંધાવેલી ફરિયાદ મુજબ ચાંદલોડિયામાં રહેતો ૨૦ વર્ષીય યુવક એક લેબોરેટરીમાં જાેબ કરે છે. દોઢ વર્ષ પહેલા ઘરની પાસે સોસાયટીમાં રહેતી એક પરિણીતા સાથે તેની મિત્રતા બાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. દરમિયાન ઓગસ્ટ મહિનામાં પત્નીના પ્રેમી અંગે પતિને ખબર પડતા મામલો બિચક્યો હતો.

ત્યારબાદ પતિએ યુવકને ફોન કરીને બોલાવ્યા બાદ માર માર્યો હતો. જાે કે, ત્યારે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા આખરે સમાધાન થયું હતું. આ દરમિયાન સોમવારના રોજ પરિણીતાનો પતિ યુવકના ઘર પાસે આવી તને છોડવાનો નથી, કાલે, કાલે તને કોઈ મારી નાખે તો મને કહેવા આવતો નહીં, કાલે તારો છેલ્લો દિવસ છે કહી ગાળો બોલીને જાનથી મારી નાખવાની તેમજ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને જતો રહ્યો હતો. આથી ડરી ગયેલા યુવકે સોલા હાઈકોર્ટમાં પરિણીત પ્રેમિકા અને તેના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers