Western Times News

Gujarati News

૨૫ વર્ષનો ભત્રીજો ૬૦ વર્ષની કાકીના પ્રેમમાં પડ્યો

નડિયાદ, પ્રેમ માટે કહેવાય છે કે તે ઉંમર અને નાત-જાતના સિમાડા નથી જાેતો જાેકે ઘણીવાર એવા બે વ્યક્તિ વચ્ચે પ્રેમ પાંગરે છે જે સામાજીક રીતે ક્યારેય સ્વિકાર્ય નથી હોતો. આવો જ એક કિસ્સો ખેડા તાલુકાના એક ગામમાં કાકી-ભત્રીજાના પ્રેમ સબંધને લઈને એક કિસ્સો સામે આવ્યો છે.

અહીં ૨૫ વર્ષીય પરિણીત ભત્રીજાે ૬૦ વર્ષના કાકીના પ્રેમમા પડ્યો, જાેકે પડ્યો તો પડ્યો પરંતુ પોતાના આ અફેરના કારણે પોતાની જ પત્નીનું માનસિક શોષણ કરતો હતો. ત્યારે મહિલાએ પોતાના લગ્ન બચાવવા માટે અનેક પ્રયાસ નિષ્ફળ રહ્યા અને પતિની હરકતોથી કંટાળી ગઈ ત્યારે અભયમની ટીમ પાસે મદદ માંગી.

બનાવની વિગત મુજબ ખેડા તાલુકાના એક ગામમાં કાકી-ભત્રીજાના સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો છે. ૨૫ વર્ષીય યુવકને તેની ૬૦ વર્ષીય કાકી સાથે સંબંધ હોવાથી તે તેની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો, એટલે મહિલાએ પોતાનું લગ્નજીવન બચાવવા માટે અભયમની ટીમ પાસે મદદ માગી હતી. મહિલાના લગ્ન બાદ થોડા સમય સુધી ઘરસંસાર સારો ચાલ્યો હતો.

આ દરમિયાન તેમનાં બે સંતાન થયાં હતાં, પરંતુ લગ્નના ચોથા વર્ષથી પતિએ તેને ત્રાસ આપવાનું શરૂં કરી દીધું હતું. મહિલાનો પતિ તેને ઘર ખર્ચ માટેના પૈસા આપતો નહોતો અને જાે તે મજૂરી માટે જાય તો તેના પર વહેમ રાખીને મારઝૂડ કરતો હતો. એટલે મહિલા કંટાળીને તેના પિયર જતી રહી હતી, ત્યારે સાસુ-સસરાએ આવીને પતિ સુધરી જશે એવું આશ્વાસન આપ્યું હતું, એટલે તે સાસરીમાં પરત આવી ગઈ હતી.

આ દરમિયાન તેને જાણવા મળ્યું કે પતિને બીજા કોઈ સાથે નહીં, પણ પાડોશમાં રહેતી તેની ૬૦ વર્ષીય કાકી સાથે જ આડોસંબંધ છે, એટલે તે તેને હેરાન કરતો હતો. બાદમાં પતિની બેરશરમી એટલી બધી વધી ગઈ કે તે દિવસ-રાત કાકીને ત્યાં રહેતો હતો અને ઘરે પણ આવતો નહોતો.

જ્યારે તેમની દીકરીની તબિયત બગડી ગઈ હતી ત્યારે પણ મહિલાના પતિએ તેની સારવાર માટે પૈસા આપ્યા નહોતા. પરંતુ બીજા દિવસે જ્યારે તેની કાકી બીમાર થયાં, ત્યારે તે તરત જ તેમને લઈને દવાખાને પહોંચી ગયો હતો. આમ, પતિ અને તેના કાકીના સંબંધોને કારણે મહિલાનો ઘરસંસાર તૂટવાની આરે પહોંચી ગયો હતો. એટલે મહિલાએ પોતાનો ઘરસંસાર બચાવવા માટે ૧૮૧ અભયમ ટીમ પાસે મદદ માગી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.