Western Times News

Latest News from Gujarat India

ગુજરાત બાર કાઉન્સિલ ચૂંટણીમાં પ્રતિભા ઉજાગર કરે એવા કર્મશીલો ચૂંટવાની જરૂર છે! 

કિંગમેઇકર શ્રી જે. જે. પટેલ બાર કાઉન્સિલની પ્રતિભા ઉજાગર કરશે?!

ગુજરાત બાર કાઉન્સિલની બિનહરીફ યોજાયેલી ચૂંટણીમાં અનેક મહારથીઓ ચૂંટાયા પરંતુ આગામી ચૂંટણીમાં બાર કાઉન્સિલની પ્રતિભા ઉજાગર કરે એવા કર્મશીલો ચૂંટવાની જરૂર છે! 

ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તથા અન્ય હોદ્દેદારોના પૈસે આ વખતે ‘દીવ’માં મોજ મજા કરવા ટુર ઉપડશે?!

બાર કાઉન્સિલના ચેરમેન તરીકે મહેસાણાના શ્રી કિશોરભાઈ ત્રિવેદી વાઇસ ચેરમેન તરીકે શ્રી કરણસિંહ વાઘેલા, ડિસિપ્લિનરી એક્શન કમિટીના ચેરમેન તરીકે શ્રી અફઝલખાન પઠાણ ની ફાઈનાન્સ કમિટીમાં પણ નિયુક્તિ થઇ છે!

તસવીર ગુજરાત બાર કાઉન્સિલની છે તેની કથિત ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે જેમાં કેટલાક કાબેલ અને સક્ષમ પ્રતિનિધિઓ ચૂંટાયા છે તો કેટલાક ચર્ચાસ્પદ પ્રતિનિધિઓ ચૂંટાયા છે તો કેટલાક કોપ્ટ કરાયા છે! ગુજરાત બાર કાઉન્સિલ માં મહેસાણાના જાણીતા એડવોકેટ શ્રી કિશોરભાઈ ત્રિવેદી ચેરમેન તરીકે ચૂંટાયા છે

તસવીર ડાબી બાજુ થી વાઇસ ચેરમેન તરીકે ચુટાયેલા શ્રી કરણસિંહ વાઘેલા ની છે બીજી તસવીર ડિસિપ્લિનનરી એકશન કમિટીના ચેરમેન તરીકે અફઝલખાન પઠાણ ચૂંટાયા છે એટલું જ નહીં અફઝલખાન પઠાણને ફાયનાન્સ કમિટિના સભ્ય તરીકે પણ નિયુક્ત કરાયા છે! શ્રી અનિલભાઈ કેલ્લા ને એનરોલ્ટમેન્ટ કમિટી ના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે!

રસપ્રદ ચર્ચા એ પણ ચાલે છે કે વકીલો વિરુદ્ધ કઈ એટલી બધી ફરિયાદો આવતી નથી છતાં કહેવાય છે કે ૧૮ જેટલી ડિસિપ્લિનરી એકશન કમિટી રચી ને અનેક ને ખુશ કરવા કેટલાક સભ્યોને કોપ્ટ કરાયા છે! પરંતુ કોપ્ટ થયેલા સભ્યોને કોઇ સભ્ય કોઇ કામ કાજ ન સોપાય તો તેનું મહત્વ શું?!

ખાલી યુવા સભ્યોના જૂથને પોતાની તરફેણમાં પકડી રાખવા આવો ખેલ ખેલાય છે કે શું?! ગુજરાત બાર કાઉન્સિલ માં ચૂંટણી પછી યોજાતી કહેવાથી ટુર આ વખતે ‘દીવ’ બાજુ રવાના થવાની હોવાની ચર્ચાએ જોર પકડયું છે અને ચર્ચા કરનારાનો ત્યાં સુધી કહે છે કે દર વર્ષે જે ચેરમેન તરીકે ચૂંટાયા છે

તેની પાસેથી ટૂરના આયોજન ને નામે પૈસા પણ લેવાય છે ફક્ત ચેરમેન પદ પર ચૂંટાયેલા નો ભાવ ત્રણ લાખની આસપાસ લેવાય છે? અને બીજા ચૂંટાયેલા હોદ્દેદારો કેટલા આપે છે એ તો રામ જાણે છે !એક તરફ ગુજરાત બાર કાઉન્સિલ ના ચૂંટાયેલા સભ્યો ની મીટીંગ માં મહેનતાણું અપાય છે અમદાવાદમાં સભ્યોને રૂપિયા ૧૨૦૦ મળે છે અને બહારગામના સભ્યોને ૫૦૦૦ રૂપિયા મળતા હોવાનું કહેવાય છે ત્યારે કહેવું પડે છે કે ગુજરાત બાર કાઉન્સીલમાં સભ્યો મોજ મજા કરવા ચૂંટાયા છે?!

ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી કિશોરભાઈ ત્રિવેદી તેઓ મહેસાણાના વિદ્વાન વકીલ અને જાણીતા એડવોકેટ છે જ્યારે ત્રીજી તસવીર શ્રી જે.જે. પટેલની છે તેઓ ગુજરાત બાર કાઉન્સિલ ના કિંગમેઇકર તરીકે પોતાની આગવી પ્રતિભા ઉજાગર કરી છે!

અત્રે હવે વકીલોએ પણ વિચારવાનું છે કે ગુજરાત બાર કાઉન્સીલમાં સૌથી વધુ પ્રતિભાશાળી અને વકીલાત ક્ષેત્રે પોતાની આગવી પ્રતિભા ધરાવતા વકીલો બાર કાઉન્સિલના ચૂંટાતા હતા! જેમાં તસવીરમાં ડાબી બાજુથી શ્રી કે. જે. શેઠના, શ્રી યોગેશભાઇ લાખાણી, શ્રી જે.બી.પારડીવાલા, શ્રી આર.આર શુક્લ, શ્રી જે.ડી.ભટ્ટ, શ્રી વિનુભાઈ ગાંધી જેવા ચૂંટાતા હતા

જો બાર કાઉન્સિલ ને વધુ સક્ષમ બનાવવાની હોય તો આગામી ચૂંટણીમાં એવા વકીલ પ્રતિનિધિઓ ને ચુટીને ગુજરાત બાર કાઉન્સીલ નું ગૌરવ વધારવું જોઈએ એવું વકીલો માં ચાલતી ચર્ચા માથી તારણ નીકળે છે.  તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા

લિયો ટોલસ્ટોયે કહ્યું છે કે ‘‘માનવજાતમાં પરિવર્તન લાવવાનો વિચાર સહુ કરે છે પણ પોતાની જાતમાં પરિવર્તન લાવવાનો કોઈ નહીં’’!! જ્યારે રોમારોલા એ કહ્યું છે કે ‘‘આ દુનિયા દુર્જનોની દુર્જનતા થી નથી પીડાતી તેટલી સજ્જનોની નિષ્ક્રિયતાથી પીડાય છે’’!!

ગુજરાત બાર કાઉન્સિલ માં સત્તાની કથિત સિન્ડિકેટમાં મતદાન દ્વારા પરિવર્તન વકીલોની લાવે અને જુનીયસ વકીલો આત્મચિંતન કરી ‘આત્મનિર્ભર’ નહીં બને ત્યાં સુધી આવા વકીલ મિત્રો નું ભવિષ્ય ધૂંધળું રહેશે એવી વકીલોના એક જૂથમાં ચર્ચા શરૂ થઈ છે

પરંતુ વકીલો પોતાને ગુમરાહ કરનારા પરિબળો સામે સૌથી શ્રેષ્ઠ, વિદ્વાન અને સિદ્ધાંતનિષ્ઠ વકીલોને ગુજરાત બાર કાઉન્સિલ માં નહિ ચુટે ત્યાં સુધી વકીલોના વ્યવસાયમાં પ્રવર્તતી સમસ્યાનો કોઇ અંત આવશે નહીં!! એવું કહેનારા કહે છે!

Copyright © All rights reserved. | Developed by Aneri Developers