Western Times News

Gujarati News

ધંધુકા-બગોદરા હાઈવે પર બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતાં 4 મહિલાઓના મોત

ચારેય મહિલાઓ અમદાવાદ ની રહેવાસીઃ ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

ધંધુકા-બગોદરા હાઈવે પર હરિપુરા ગામના પાટીયા પાસે અમદાવાદ થી સાળંગપુર તરફ જઈ રહેલી ઈકો કાર રોડપર બંધ પડેલ ટ્રક પાછળ ઘુસી જતાં કારમાં મુસાફરી કરતી અમદાવાદ ની ચાર મહિલાઓને “ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર મળે એ પૂર્વે ઘટના સ્થળે જ આ મહિલાઓએ દમ તોડયો હતો. જયારે ત્રણ વ્યક્તિ ઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હૃદય દ્રાવક ઘટના અંગે વિશ્વાસનિય સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં રહેતા આઠ વ્યક્તિઓ મારૂતિ ઈકો કાર ભાડે કરીને સાળંગપુર તરફ જઈ રહયા હતા.

ત્યારે વહેલી સવારે  આ લોકો ની ઈકો કાર ધંધુકા બગોદરા હાઈવે પર હરિપુર ગામનાં પાટીયા પાસે પહોંચતા વરસાદ ને પગલે કાર ચાલક થાપ ખાઈ જતાં રોડપર બંધ પડેલ ટ્રક પાછળ આ કાર ધડાકાભેર ઘૂસી જતાં કારમાં સવાર સાત વ્યક્તિ ઓને ગંભીર ઈજા પહોંચી હતી.

જેમાં ચેતના રાજેશ મોદી ઉ.વ.૫૬,૨, યજ્ઞપુરૂષનગર સોસાયટી  -ઘાટલોડિયા અમદાવાદ, શિલ્પા દિનેશ પટેલ
ઉ.વ.૪૪ રૈ, શિલ્પગ્રામ એપાર્ટમેન્ટ ઘાટલોડિયા, પાયલ જીજ્ઞેશ પટેલ ઉ.વ. ૩૫, સૌદર્ય ટાવર ઘાટલોડિયા અને ભાવના બિપીન ગજ્જર ઉ.વ.૫૬,રે, રાયસણ નારાયણ કુટીર ગાંધીનગર વાળીઓ ટ્રક અને કાર વચ્ચે દબાઈ જતાં

આ મહિલાઓનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં જયારે ઘવાયેલા ચંદ્રકાન્ત બાબુરાવ ઉ.વ.૪૪,સુભાષ બેન બારોટ ઉ.વ.૪૫ તથાકોકિલા મનહરદાસ સોલંકી ઉ.વ.૫૦ રે તમામ અમદાવાદ વાળાને સારવાર અર્થે ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ખમખ્વાર ઘટનાને પગલે રોડપર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ બનાવ અંગે ધંધુકા પોલીસે અકસ્માત સંદર્ભે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.