Western Times News

Gujarati News

સુરતમાં સૌ પ્રથમવાર ૭ કિલો સોના-જરીનાં 2 લાખના ચણીયાચોળી

અત્યાર સુધી માત્ર વારાણસીમાં જ આવા ચણીયાચોળી બનતા હતા

સુરત, સુરતની ર૪ વર્ષિય ફેશન ડીઝાઈનરે ૭ કિલોગ્રામ સોનાની જરીના ચમકદાર ચણીયાચોળી પ્રદર્શિત કરશે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ત્રિદિવસીય પ્રદર્શનમાં ભાવના પરચ્ચવાણીના આ ચણીયાચોળી આકર્ષણનું કેન્દ્ર બનશે. સુરત ખાતે આંતર રાષ્ટ્રીય એકઝીબીશન અને કન્વેન્શન સેન્ટરમાં ૩ દિવસના સેલીબ્રેશનની શરૂઆત થઈ છે.

હજુ માત્ર વારાણસી પાસે જ સોનાની પરત ચઢાવી, ચાંદીના તારનો ઉપયોગ કરી આ પ્રકારના ભારેખમ ચણીયાચોળી બનાવવાની વિશેષતા હતી.

સામાન્ય રીતે આ પ્રકારના ચણીયાચોળીનું કામ હાથથી જ કરવામાં આવે છે પરંતુ સૌ પ્રથમ વખત એવુ બન્યુ છે કે આ ચણીયાચોળીને અને રેપીયર લુમ મશીનના ઉપયોગથી બનાવ્યા છે. અંદાજે ર લાખની કિંમતના આ અનોખા ચણીયાચોળીને બનાવવા તેમણે વારાણસીના એક વિશેષજ્ઞને પસંદ કર્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે આ સુંદર ચણીયાના કપડાને શણગારવા અમારે ૩૦ દિવસ લાગ્યા હતા તેમજ મશીનમાં અનેક ટેકનિકલ બદલાવ પણ કર્યા હતા. એક કિલો સોનાનાં દોરાની કિંમત અંદાજે આશરે ૧૩ હજાર છે ચણીયાચોળી વિસ્ફોર્સ ફેબ્રિકસના ઉપયોગ કરીને બનાવાયા છે જેને કૃત્રિમ રેશમ પણ કહેવાય છે.

લગ્નની સીઝનમાં સુરતમાં આ પ્રકારનાં ચણીયાચોળીની ખુબ માંગ રહે છે ૧૩ સપ્ટેમ્બર સુધી યોજાનારા આ એકઝીબીશનમાં ફેબ્રિક ડીઝાઈનરોને પ્લેટફોર્મ મળશે. દ.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષે જણાવ્યું કે આ કાર્યક્રમનો હેતુ શહેરના નાના મોટા તમામ કાપડ કારીગરોને એક પ્લેટફોર્મ આપી નવી દિશા તરફ લઈ જવાનો છે. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.