Western Times News

Gujarati News

ચાંદલોડીયામાં પફની ફેકટરીમાં ગુંગળામણને કારણે ત્રણનાં મોત

ફાયર સેફટી તથા હેલ્થ વિભાગ ઉપરાંત એફએસએલએ પણ તપાસ શરૂ કરી

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં આવેલી એક ફેકટરીમાં મશીન ચાલુ થઈ જતાં ધુમાડાને કારણે એક બાળક સહીત ત્રણ વ્યક્તિના મોત થયા છે મૃતકો આ ફેકટરીમાં જ રહેતા હોવાનું સામે આવ્યું છે બીજી તરફ તપાસમાં પોલીસ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા એફએસએલ પણ જાેડાઈ છે.

ઘટનાની વિગત એવી છે કે ચાંદલોડીયાના ગોપાલનગરમાં રાજશ્રીબેન અંકુરભાઈ પટેલે (છારોડી) પંદર દિવસ અગાઉ જ દુકાન ભાડે લીધી હતી અને ેંદ્ભ’જ ફુડ ફાર્મ નામે પફ બનાવવાની ફેકટરી શરૂ કરી હતી આ ફેકટરીમાં મુળ ઉત્તરપ્રદેશના ઈબ્રાહીમ (૪પ), અસલમ (ર૧) અને હસન (૧પ) કામ કરતા હતા અને રાત્રે ત્યાં જ સુઈ જતાં હતાં.

મંગળવારે સવારે ફેકટરીના માલિક દુકાને આવ્યા ત્યારે ત્રણેયને મૃત હાલતમાં જાેઈ ચોંકી ઉઠયા હતા અને પોલીસને જાણ કરતાં ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના પીઆઈ વાય.આર. વાઘેલા સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા જયાં રાત્રે ઓવન ચાલુ રહી જવાને કારણે ધુમાડો થતાં ત્રણેયનું ગુંગળામણને લીધે મોત થયું હોવાનું પ્રાથમિક તબકકે જણાયું હતું.

આ ઘટના બાદ ફાયરબ્રિગેડ, હેલ્થ ડિપાર્ટમેન્ટ તથા એફએસએલની ટીમો પણ ત્યાં પહોંચી હતી અને ફેકટરીની ફાયર સેફટી તથા હેલ્થ અંગેના લાઈસન્સ મેળવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.