Western Times News

Gujarati News

ઝારખંડમાં અકસ્માત બાદ કારમાં આગ લાગતા પાંચના મોત

રાંચી, ઝારખંડનાં રામગઢ જિલ્લામાં ભયંકર સડક અકસ્માતની ઘટના સામે આવી છે. રજરપ્પા ક્ષેત્રમાં એક બસ અને કાર વચ્ચે જાેરદાર ટક્કર થઈ ગઈ જેમા આખે આખી બસ કારની ઉપર ચઢી ગઈ હતી અને બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં કારની અંદર સવાર લોકો બહાર જ ન આવી શક્યા અને જીવતા જ ભૂંજાઈ ગયા, ઘટના સમયે લોકોની ચિચિયારીઓથી આખો રસ્તો ગૂંજી ઉઠ્‌યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર તમામ મૃતકો બિહારનાં હોવાનું સામે આવી રહ્યું છે.

જાણકારી અનુસાર આ ઘટના આજે સવારે નેશનલ હાઈવે પર થઇ હતી. સદનસીબે બસની અંદર બે ડઝન લોકો સવાર હતા તેમનો આબાદ બચાવ થયો છે, જાેકે ઘણા બધાને નાની મોટી ઈજાઓ આવી છે.

આ બસ ધનબાદ તરફ જઈ રહી હતી અને દુર્ઘટના સમયે બસન આગળનાં ભાગમાં આગ લાગી ગઈ હતી. નોંધનીય છે કે જે સમયે દુર્ઘટના થઈ તે સમયે ત્યાં ધોધમાર વરસાદ પણ ચાલુ જ હતો. પોલીસેની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતકોમાં એક પુરુષ અને મહિલા અને બધાનાં શબ એટલા બધા સળગી ગયા છે કે ઓળખાણ કરવી ખૂબ જ મુશ્કેલ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.