Western Times News

Gujarati News

રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આઇસોલેટ થયા

મોસ્કો, સમગ્ર દુનિયામાં કોરોના મહામારીનું તાંડવ જાેવા મળી રહ્યુ છે. આ મહામારીથી અમેરિકાથી લઇને રશિયા જેવા મોટા દેશ પણ પોતાને સુરક્ષિત કરી શક્યા નથી. તાજેતરમાં કોરોના વાયરસને લઇને રશિયાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમની ટીમનાં એક સભ્ય કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ પોતાને અલગ કરી દીધા છે. આ કારણોસર પ્રાદેશિક સુરક્ષા બેઠકો માટે આ અઠવાડિયે તેમની તાજિકિસ્તાન યાત્રા પણ રદ કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી એએફપીએ ક્રેમલિનને ટાંકીને મંગળવારે આ માહિતી આપી છે.

આપને જણાવી દઈએ કે, પુતિનને રશિયન કોરોના વાયરસ રસી સ્પુટનિક વી ની સાથે સંપૂર્ણ રસી આપવામાં આવી છે. તેમને એપ્રિલમાં તેની બીજી માત્રા મળી હતી. સોમવારે, રશિયન રાષ્ટ્રપતિએ અનેક જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમણે રશિયન પેરાલિમ્પિયન્સ સાથે મુલાકાત કરી હતી.

બેલારુસ સાથે સંકલનમાં આયોજિત લશ્કરી કવાયતમાં ભાગ લીધો અને સીરિયાનાં રાષ્ટ્રપતિ બશર અસદ સાથે મુલાકાત કરી. જ્યારે પૂછવામાં આવ્યું કે, શું પુતિનને વાયરસ માટે નકારાત્મક પરીક્ષણ કરવામાં આવ્યું છે, ક્રેમલિનનાં પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યું, “હા, તે કોરોના નેગેટિવ છે.” વળી, ક્રેમલિનએ કહ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તાજેતરમાં તેમના પરિચિતો વચ્ચે કેટલાક કોરોનાવાયરસ કેસ મળી આવ્યા પછી અલગ થયા છે.

ક્રેમલિનએ એક નિવેદનમાં કહ્યું, “રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તાજિકિસ્તાન ગણરાજ્યનાં પ્રમુખ ઇમોમાલી રહમોન સાથે ફોન પર વાતચીત કરી. વ્લાદિમીર પુતિને કહ્યું કે, તેમની ટીમમાં જાેવા મળતા કોરોના વાયરસનાં કેસોને કારણે તેમણે ચોક્કસ સમયગાળા માટે આઇસેલેટમાં જવું પડશે. ક્રેમલિનએ કહ્યું છે કે, હાલમાં રાષ્ટ્રપતિ સંપૂર્ણપણે સ્વસ્થ છે. રશિયન નેતાને એપ્રિલમાં સ્વદેશી કોરોનાવાયરસ રસી સ્પુટનિક વી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, જ્યારે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોનાવાયરસને મહામારી જાહેર કરી હતી. તે સમય દરમિયાન રશિયામાં રસી તૈયાર કરવાનું કામ શરૂ થયું હતું. મોસ્કોમાં ગામેલ્યા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી દ્વારા સ્પુટનિક વી વિકસાવવામાં આવી છે. રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડએ રસી તૈયાર કરવા માટે ભંડોળ પૂરું પાડ્યું હતું. રશિયાએ બનાવેલા વિશ્વનાં પ્રથમ ઉપગ્રહનાં નામ પરથી સ્પુટનિક ફ નું નામ આપવામાં આવ્યું છે. આ એડિનોવાયરસ પર આધારિત રસી છે, જે રશિયામાં પણ મોટા પાયે આપવામાં આવી રહી છે. ૫૦ થી વધુ દેશોમાં સ્પુટનિક વીને મંજૂરી આપવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.