Western Times News

Gujarati News

ગુજરાત એક્સપ્રેસ અને ગુજરાત ક્વીન ટ્રેનો ફરીથી શરૂ

અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ અને અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન ટ્રેનો ફરીથી શરૂ
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓ ની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને

અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ તથા અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન સ્પેશ્યલ ટ્રેનોને ફરીથી શરૂ કરવાં માટે નિર્ણય લેવામાં આવ્યો છે .બંને ટ્રેનો પૂર્ણ રૂપથી આરક્ષિત રહેશે.

મંડળ રેલ પ્રવક્તા અમદાવાદ ના મુજબ આ ટ્રેનોનું વિવરણ નીચે મુજબ છે .

ટ્રેન નંબર 09012/09011 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ સ્પેશિયલ
ટ્રેન ન .09012 અમદાવા-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ તા .20 સપ્ટેમ્બર 2021 થી આગળ ની સૂચના સુધી દરરોજ અમદાવાદથી સવારે 7 :00વાગે ઉપડીને તે જ દિવસે 15:55 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે .

આજ રીતે ટ્રેન ન.09011 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ 21 સપ્ટેમ્બર 2021 થી આગળ ની સૂચના સુધી દરરોજ સવારે 05:45 વાગે ઉપડીને બપોરે 14:30 વાગે અમદાવાદ પહોંચશે.

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મણિનગર,બારેજડી,મહેમદાવાદ ખેડારોડ, નડિયાદ ,આણંદ,વડોદરા, મિયાગામ કરજણ, ભરૂચ, અંકલેશ્વર ,કોસંબા, સુરત, નવસારી,

બીલીમોરા,ઉદવાડા,વાપી, ભીલાડ, ઉમરગામરોડ ,દહાણુરોડ, બોઇસર, બોરીવલી તથા દાદર સ્ટેશનો પર રોકાશે.

ટ્રેન ન.09012 પાલઘર સ્ટેશન પર થતા ટ્રેન ન.09011 બારેજડી સ્ટેશન પર રોકાશે. આ આ ટ્રેનમાં એ સી ચેરકાર ,ચેરકાર તથા સેકન્ડ સિટિંગના આરક્ષિત કોચ રહેશે

ટ્રેન ન.09136/09135 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન સ્પેશ્યલ ટ્રેન ન.09136  અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન સ્પેશ્યલ તા : 21 સપ્ટેમ્બર 2021થી આગળની સૂચના સુધી અમદાવાદથી દરરોજ 18:10 વાગે ઉપડીને 00:40 વાગે વલસાડ પહોંચશે.

આજ રીતે ટ્રેન ન.09135 વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન સ્પેશ્યલ તા:22 સપ્ટેમ્બર 2021 થી આગળની સૂચના સુધી દરરોજ વલસાડથી સવારે 04:05 વાગે ઉપડીને 10:25 વાગે અમદાવાદ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મણિનગર,બારેજડી,મહેમદાવાદ ખેડારોડ,નડિયાદ,આણંદ,વાસદ,

વડોદરા, મિયાગામ કરજણ,પાલેજ, નબીપુર,ભરૂચ,અંકલેશ્વર, પાનોલી,કોસંબા, કિમ,સયાન,સુરત,ઉધના, સચિન,મરોલી,નવસારી, આમલસદ, બીલીમોરા થતા ડુંગરી સ્ટેશનો પર રોકાશે આ ટ્રેનમાં એ સી ચેરકાર ,ચેરકાર તથા સેકન્ડ સિટિંગના આરક્ષિત કોચ રહેશે.

ટ્રેન ન.09012/09011 તથા 09136/09135 નું બુકિંગ 17 સપ્ટેમ્બર 2021થી નામાંકિત યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈ આર સીટીસી ની વેબસાઈટ પર શરૂ થશે.

આ સ્પેશ્યલ ટ્રેનોના સંચાલન સમય રોકાણ અને સંરચના થી સંબંધિત વિસ્તૃત જાણકારી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને જોઈ શકે છે .

ઉલ્લેખનીય છે કે આ સ્પેશ્યલ આરક્ષિત ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ વાળા મુસાફરોને જ યાત્રા કરવાની પરવાનગી મળશે .

પશ્ચિમ રેલ્વે દ્વારા યાત્રિયોના બોર્ડિંગ ,યાત્રા અને ગંતવ્યના દરમ્યાન કોવીડ-19 થી સંબંધિત દરેક માપદંડો તથા એસ ઓ પી નું પાલન કરવા માટે અનુરોધ કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.