Western Times News

Gujarati News

રાજ્યસભામાં હંગામાને કારણે સસ્પેન્ડ થયેલા TMC સાંસદ અર્પિતા ઘોષનું રાજીનામું

કોલકત્તા, તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અર્પિતા ઘોષે રાજીનામુ આપી દીધુ છે. અર્પિતા ઘોષના રાજીનામાને રાજ્યસભા અધ્યક્ષે મંજૂર કરી લીધું છે. આ સંબંધમાં બુધવારે રાજ્યસભા સચિવાલય તરફથી જાણકારી આપવામાં આવી છે.

અર્પિતા ઘોષને લઈને જે નોટિફિકેશન રાજ્યસભા સચિવાલય તરફથી જાહેર કરવામાં આવ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે ટીએમસી સાંસદના રાજીનામાને રાજ્યસભા અધ્યક્ષ વેંકૈયા નાયડૂએ મંજૂર પણ કરી લીધુ છે. અર્પિતા ઘોષે અચાનક રાજીનામુ આપી પાર્ટીના ઘણા નેતાઓને ચોંકાવી દીધા છે. અર્પિતા ઘોષ રાજ્યસભામાં પશ્ચિમ બંગાળનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં હતા.

તમને જણાવી દઈએ કે અર્પિતા ઘોષ તે સાંસદોમાં સામેલ હતા જેના પર સંસદના ચોમાસુ સત્ર દરમિયાન હંગામો કરવા અને માર્શલો સાથે ઘર્ષણનો આરોપ લાગ્યો હતો. આ મામલામાં અર્પિતા ઘોષને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણી યોજાવાની છે. તેવામાં અર્પિતા ઘોષના રાજીનામાને લઈને રાજકીય વિશ્લેષક પોત-પોતાની રીતે વિશ્લેષણ કરી રહ્યાં છે.

થિએટર ડાયરેક્શન અને અભિનય ક્ષેત્ર સાથે જાેડાયેલા રહેલા અર્પિતા ઘોષે ૨૦૧૦માં પોતાના રાજકીય સફરની શરૂઆત કરી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્‌સમાં સૂત્રોના હવાલાથી તે પણ કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી હાઈ કમાન્ડના આદેશ પર તેમણે રાજીનામુ આપ્યું છે. રિપોર્ટ પ્રમાણે અર્પિતા ઘોષને સંગઠનની જવાબદારી આપવામાં આવશે. ટીએમસી સૂત્રોએ જણાવ્યું કે, આવનારા દિવસોમાં તેઓ સંગઠનમાં મહત્વની ભૂમિકામાં જાેવા મળશે.

મહત્વનું છે કે પશ્ચિમ બંગાળની ભવાનીપુર સીટ પર પેટાચૂંટણી પહેલા અર્પિતા ઘોષે આ રાજીનામુ આપ્યું છે. ભવાનીપુર સીટથી મમતા બેનર્જી ચૂંટણી લડી રહ્યાં છે અને આ ચૂંટણીમાં મુખ્યમંત્રીની ખુરશી બચાવવા તેમણે જીત મેળવવી જરૂરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.