Western Times News

Gujarati News

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરે ITના દરોડા

મુંબઈ, મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના નાગપુર સ્થિત ઘર પર આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. સાથે સાથે અનિલ દેશમુખના બીજા ઘરે પણ આઈટી વિભાગના અધિકારીઓની ટીમ પહોંચી છે.

સાથે સાથે નાગપુરની ટ્રેવોટલ હોટલમાં પણ આઈટી વિભાગનુ સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાના મામલામાં ઈડી દ્વારા તાજેતરમાં જ વિશેષ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાયી છે.

જેમાં ખુલાસો થયો છે કે, અનિલ દેશમુખના કહેવા પર મુંબઈ પોલીસના સસ્પેન્ડ કરાયેલા અધિકારી સચિન વજેને 4.6 કરોડ રૂપિયા ભરેલી 16 બેગ તેમના અંગત સહાયકને સોંપવા માટે આદેશ આપ્યો હતો. આ પૈસા સચિન વાજેએ અનિલ દેશમુખના કહેવા પર શહેરના બાર માલિકો પાસે વસુલ્યા હતા.

કોર્ટ સમક્ષ ઈડીએ કહ્યુ હતુ કે, અનિલ દેશમુખ અને તેમના પરિવારના સભ્યો સામે હાલમાં તપાસ ચાલી રહી છે. એ પછી અનિલ દેશમુખ સામે વધારાની ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. અનિલ દેશમુખને દેશ છોડવાથી રોકવા માટે એક લૂકઆઉટ નોટિસ પણ બહાર પાડવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.