Western Times News

Gujarati News

ટીંબા ગામમાં ત્રણ મહિનાના બાળકનો દીપડાએ શિકાર કર્યો

પ્રતિકાત્મક

વડોદરા, દાહોદ જિલ્લાના ટીંબા ગામમાં દીપડાએ ત્રણ મહિનાના બાળકનો શિકાર કર્યો હતો. દીપડાને પકડવા માટે મોટા પાંજરા ગોઠવવામાં આવ્યા છે. લીમખેડા તાલુકામાં આવેલા આ ગામમાં રમેશ તડવી નામના રહેવાસીના ઘરે આ ઘટના બની હતી. તડવી ઘરે નહોતો અને તેની પત્ની ઘરકામ કરી રહી હતી જ્યારે તેમનો દીકરો જયેશ ઘરમાં પલંગ પર ઊંઘતો હતો. ઘરમાં દરવાજાે નથી.

આ વિસ્તારમાં ઘરની અંદર રાખવામાં આવેલા અન્ય પ્રાણીઓની શોધવામા દીપડો ઘરમાં ઘૂસ્યો હોય તેવું બની શકે. બાળક જે જગ્યા પ્રાણીઓને રાખવામાં આવ્યા હતા તેની પાસેથી પલંગ પર ઊંઘતું હતું અને દીપડો ત્યાંથી તેને લઈ ગયો હશે’, તેમ નાયબ વન સંરક્ષક આર.એમ. પરમારે જણાવ્યું હતું. બાળક ગુમ થઈ ગયા બાદ, પરિવારજનો અને ગ્રામજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.

શુક્રવારે તેમને જંગલમાંથી બાળકના કેટલાક કપડા અને અન્ય અવશેષો મળ્યા હતા, તેમણે તરત જ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. પરમારે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયમાં આ વિસ્તારમાં દીપડાઓએ માણસો પર હુમલો કર્યો હોય તેવી ઘટના બની નથી. તેમણે ઉમેર્યું હતું કે, દીપડાને ઝડપી પાડવા માટે ગામમાં પાંજરું ગોઠવી દેવાયું છે. દીપડાને લલચાવવા માટે પાંજરામાં બકરી બાંધવામાં આવી છે.

દાહોદમાં ફરી એકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે. ત્રણ મહિનાના બાળકને દીપડાએ ફાડી ખાતા લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ કરાતા વન વિભાગની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. મળેલા અવશેષોને પોસ્ટમોર્ટમ માટે દાહોદની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

આ ઘટનાથી ગ્રામજનોમાં ડર અને ભયનો માહોલ સર્જાયો છે. આ સિવાય એક માએ પોતાનો વ્હાલસોયો દીકરો ગુમાવતા સ્થાનિક લોકો દુઃખી પણ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.